ભાજપના નેતાનું ભમી ગયું! કહ્યું- બધા ઘરમાં ટ્યૂબ-દોરડા રાખી પૂરની સ્થિતિમાં જીવતા શીખો!

વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન શિતલ મિસ્ત્રીએ કહ્યુંકે, પૂરની સ્થિતિને પગલે લોકોએ ઘર દીઠ એકએક ટ્યુબ વસાવીને રાખવી જોઈએ. જયાં મોટી સોસાયટીઓ હોય ત્યાં એક તરાપો અને દોરડા રાખવા જોઈએ.

ભાજપના નેતાનું ભમી ગયું! કહ્યું- બધા ઘરમાં ટ્યૂબ-દોરડા રાખી પૂરની સ્થિતિમાં જીવતા શીખો!
  • વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું વિવાદાસ્પદ નિવેદન
  • ઘરમાં ટ્યૂબ-દોરડા રાખી પૂરની સ્થિતિમાં જીવતા શીખો
  • સોસાયટીઓમાં તરાપા રાખો, તંત્ર પર આક્ષેપ ના કરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ પદ-પ્રતિષ્ઠા હાથમાં આવતા ઘણાં લોકો હાથમાં રહેતા નથી. સત્તાધીશોના ઘણીવાર એવા નિવેદનો આવતા હોય છે. ફરી એકવાર આવું જ કંઈક એક ભાજપના નેતાએ કર્યું છે. જીહાં, સત્તાના મધમાં વડોદરા ભાજપના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેને શહેરીજનોને લઈને એવું નિવેદન આપ્યું છેકે, સાંભળીને તમારું પણ લોહી ઉકળી જાય. એક તરફ વડોદરામાં વિશાનક પુરની સ્થિતિને કારણે જનજીવન હજુ પણ ઠાળે પડ્યું નથી. લોકોને કરોડો રૂપિયાનું જાનમાલનું નુકસાન થઈ ગયું છે. આવી સ્થિતિમાં નેતાજી કહેછેકે, પૂરમાં રહેતા શીખી જાઓ...

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નગરજનોને શીખામણ 
શિતલ મિસ્ત્રીએ નગરજનોને આપી શીખામણ
પૂર સમયે તંત્ર આક્ષેપ કરવાના બદલે જીવતા શીખવાની શીખામણ 
ઘર દીઠ એક ટ્યૂબ વસાવી લેવા માટે આપી શીખામણ
મોટી સોસાયટીમાં એક તરાપો અને દોરડા રાખવા સૂચના 

Add Zee News as a Preferred Source

 

 

વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન શિતલ મિસ્ત્રીએ કહ્યુંકે, પૂરની સ્થિતિને પગલે લોકોએ ઘર દીઠ એકએક ટ્યુબ વસાવીને રાખવી જોઈએ. જયાં મોટી સોસાયટીઓ હોય ત્યાં એક તરાપો અને દોરડા રાખવા જોઈએ. શિતલ મિસ્ત્રી બોલ્યા, લોકો તંત્ર પર આક્ષેપ કરવાની જગ્યાએ ઘરમાં ટ્યૂબ, દોરડા, તરાપો રાખે... પૂરની સ્થિતિ સાથે જીવતા શીખો...વરસાદ તો દર વર્ષે આ રીતે જ આવવાનો છે. જેથી ભારે વરસાદ અને પુરની સ્થિતિ સાથે જીવતા લોકોએ હવે શીખી લેવું જોઈએ. 

હું મારા નિવેદનથી દિલગીર છું...
વડોદરા સ્ટેન્ડિગ કમિટિના ચેરમેનના નિવેદનથી વિવાદ. સ્ટેડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યુંકે, મારા નિવેદન બદલ હું દિલગીર છું. મારો ઈરાદો કોઈની લાગણી દુભાવાનો નહોતો. મારી લાગણી જવાબદારી માંથી છટકવાની નહોતી. 

સત્તાપક્ષે પ્રજાની ક્રુર મજાક કરી...
વીએમસીના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યુંકે, જવાબદાર તંત્ર અને સત્તાપક્ષ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે. આવા નિવેદનોથી પ્રજા પરેશાન છે. પ્રજાની પડખે રહેવાને બદલે પ્રજાની આવી ક્રુર મજાક કરવી યોગ્ય નથી.

વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોમાં અત્યંત રોષ છે. એ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શિતલ મિસ્ત્રીના એક હાસ્યાસ્પદ નિવેદને વિવાદને આમંત્રણ આપ્યું છે. શિતલ મિસ્ત્રીએ તેમના એક નિવેદનમાં લોકોને ભારે વરસાદની સ્થિતિ સાથે જીવી લેવાની શિખામણ આપી છે. અને એવું પણ કહ્યું છે કે, તેઓ જરૂરિયાત પ્રમાણે ટ્યુબ, તરાપા અને દોરડા રાખે. શિતલ મિસ્ત્રીઓ તો જનતાને ત્યાં સુધી કહી દીધું કે, તંત્ર પર આક્ષેપો કરવાના બદલે લોકો પોતે જ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે. સ્થાયી સમિતિના અધ્યક્ષ જેવા મહત્વના પદ પર બિરાજમાન ડૉક્ટર શિતલ મિસ્ત્રીએ આવું નિવેદન આપતા જનતા વધુ ખફા થઈ છે. જે વડોદરાની જનતાને સાહેબ શિખામણ આપી રહ્યા છે તેમણે જ મત આપીને ચૂંટ્યા છે અને એટલે તેઓ આ પદ પર છે. અને વડોદરાની જનતાની પ્રાથમિક સુવિધાઓ આપવાની સમયે આફતના સમયે તેમનું રક્ષણ કરવાની અને મદદ પહોંચાડવાની જવાબદારી કોર્પોરેશનની છે જ. એમાંથી કોઈ હાથ ખંખેરી ન શકે. સાહેબ, જો તમે સમયસર મદદ ન કરી શકો તો કમ સે કેમ આવા બેજવાબદાર અને હાસ્યાસ્પદ નિવેદન તો ન આપો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news