સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા GTU તૈયાર કરશે સેના, શરૂ કર્યો નવો કોર્સ

રાજ્યભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર કેસોને ઉકેલવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે.

સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા GTU તૈયાર કરશે સેના, શરૂ કર્યો નવો કોર્સ

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર કેસોને ઉકેલવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે. એવામાં વધતા કેસો અને તજજ્ઞોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને GTU દ્વારા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ડેટા સાયન્સ નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

એક અભ્યાસ મુજબ સાયબર ક્રાઈમના કેસોમાં 44 ટકાનો વધારો નોંધાયો છે. કેસો વધતા એક્સપર્ટની ડીમાંડ પણ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નવો શરુ થનાર ડેટા સાયન્સનો કોર્સ એક વર્ષનો હશે, હાલની સ્થિતિ અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રથમવાર કોઈ યુનીવર્સીટી દ્વારા આ પ્રકારનો કોર્સ શરુ કરાઈ રહ્યો છે.

આ કોર્ષની 1 સેમેસ્ટરની ફી 12,500 રૂપિયા નક્કી કરાઈ છે. આ કોર્ષ માટે હાલ 30 બેઠકો ફાળવવામાં આવશે, જેના માટે 400 જેટલી અરજીઓ અત્યાર સુધીમાં GTUને મળી ચુકી છે. હવે વિદ્યાર્થીઓના મેરીટ મુજબ તેમને શોર્ટલિસ્ટ કરી પ્રવેશ આપવામાં આવશે. જે રીતે સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે તે જોતા આ કોર્ષ થકી વિદ્યાર્થીઓને તરત નોકરી મળશે તેવો દાવો GTUના કુલપતિ નવીન શેઠે કર્યો હતો. 

હાલ કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે અને જરૂરી પ્રેક્ટિકલ GTU દ્વારા કરાવવામાં આવશે. વધતા સાયબરના કેસો અને સમયાંતરે તજજ્ઞો જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બજારની ડિમાન્ડને પહોંચી રહીએ તેને ધ્યાનમાં રાખીને ડેટા સિક્યોરીટીનો કોર્ષ મહત્વપૂર્ણ સાબિત થશે. GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે ઘણીવાર વિદ્યાર્થીઓ કે સામાન્ય લોકોને ડેટાની ઉપયોગીતા અંગે ખ્યાલ હોતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news