યુ ટ્યૂબની મદદથી હેકર્સ બનેલા યુવકે અમદાવાદમાં મચાવ્યો તરખાટ! એક ઝાટકે લાખોનું કરી નાંખ્યું!

 હેકર્સ દ્વારા ડુપ્લિકેટ (Duplicate) ઇન્સ્ટાગ્રામ (Instagram) કે ફેસબુક એકાઉન્ટ (account) બનાવીને લોકો સાથે ઠગાઇ કરવાની મોડેસ ઓપરેન્ડી હવે જૂની થઇ ગઇ છે. હવે સાઇબર ઠગ (Cyber thugs) નહીઁ પણ હેકર્સ આવી ઠગાઇમાં ઉતરી પડ્યા છે. 

યુ ટ્યૂબની મદદથી હેકર્સ બનેલા યુવકે અમદાવાદમાં મચાવ્યો તરખાટ! એક ઝાટકે લાખોનું કરી નાંખ્યું!

ઉદય રંજન/અમદાવાદ: Youtube ની મદદથી હેકર્સ બનેલા યુવકે ટ્રાવેલ એજન્સીના માલિકને મોટો ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેબસાઇટ હેક કરી ઓનલાઇન ટિકિટ બુક કરી છેતરપિંડી આચરી સાયબર ક્રાઇમની ટીમે હરિયાણા યુવકની ધરપકડ કરી. કોણ છે આ હેકર્સ યુવક?

સાયબર ક્રાઇમ પોલીસ કસ્ટડીની ઉભેલા આરોપીનું નામ અમર જગદીશ નાયક છે. મૂળ હરિયાણાનો રહેવાસી આ ભેજાબાજ એ અમદાવાદના ટ્રાવેલ કંપનીના માલિકને લાખો રૂપિયાનું ચૂનો લગાડી ચૂક્યો છે. આરોપી અમરે ટ્રાવેલ કંપનીના વેપારીની વેબસાઈટ હેક કરીને ઓનલાઇન એર ટિકિટ હોટલ બુકિંગ બસ બુકિંગ મોબાઇલ રિચાર્જ બિલ પેમેન્ટ અને ગિફ્ટ વાઉચરનું ઓનલાઈન બુકિંગ કરી 7 લાખ 35 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપી વેબસાઈટ હેક કરીને કંપનીના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયો જમા કરતો અને બાકીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરતો હતો.

પકડાયેલ આરોપી અમર નાયક માત્ર ધોરણ 12 સુધીનું અભ્યાસ કર્યો છે. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે youtube પર હેકર્સ બનવા માટે ઓનલાઈન વિડીયો જોવાનું શરૂ કર્યું અને થોડાક સમયમાં તેને હેકર્સની માસ્ટરી પણ મેળવી લીધી અને વેબસાઈટ હેક કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. આરોપીની પૂછપરછમાં ખુલાસા થયા છે કે જે કંપનીની વેબસાઈટ નબળી હોય અને સરળતાથી તેને હેક કરી શકાય તેવી હોય તે પ્રકારની વેબસાઈટને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતો હતો.

છેલ્લા દોઢ વર્ષથી છેતરપિંડી આચરતો આ આરોપીને પોતાની સાથે જ એક કડવો અનુભવ થયો હતો. જેમાં તેને આ જ પ્રકારે દિલ્હીમાં એક હોટલ બુકિંગ કરાવી હતી અને હોટલમાં રહેવા જતા હોટલ માલિકે બુકિંગ ખોટું હોવાથી હોટલ માં સ્ટે કરવા માટે ઇનકાર કર્યો હતો. કોઈ રહેવાની જગ્યા ન મળતા આરોપીને એક રાત દિલ્હીના ફૂટપાથ ઉપર ઊંઘવાનો વારો આવ્યો હતો. 

તે સમય દરમિયાન ચોરના ઘરે જ ચોરી થઈ તેવી કહેવતને સાર્થક કરતો કિસ્સો આરોપી સાથે બન્યો અને રાત્રિના સમય ફૂટપાથ ઉપર સૂતો હતો તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સ એ સમયે તેના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આરોપીનો મોબાઇલ ચોરી જતા તેનો ધંધો થઈ ગયો હતો. પરંતુ ટૂંક સમયમાં ફરી એ ઉભો થયો અને ફરી એક વખત લોકો સાથે ઠગાઈ કરવાનું શરૂ કરી દીધું.

આરોપી સામે હરિયાણામાં છેડતી અને છેતરપિંડીના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ આરોપી સાથે અન્ય કોઈ આરોપીની છે કે કેમ સાથે અન્ય કોઈ પ્રકારે ગુનાઓ આચાર્ય છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news