સુરત આગ

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, 12 કર્મચારીઓને બચાવી લેવાયા

  • બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ (surat fire) લાગી હતી અને બીજા અને ત્રીજા માળે કર્મચારીઓ કામ કરતા હતા
  • એક કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં તમામ 12 કારીગરોને બચાવી લેવાયા હતા

Jul 30, 2021, 11:41 AM IST
surat mahanagar palika will take 2800 crore loan from world bank PT5M31S

સુરતથી 2 મોટા સમાચાર: મનપા વર્લ્ડ બેંક પાસેથી લેશે 2800 કરોડની લોન, આગની ઘટનાના અપડેટ્સ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વર્લ્ડ બેંક પાસેથી 2800 કરોડ રૂપિયાની લોન લેવાની છે. આ રૂપિયાથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કામગીરી કરવામાં આવશે. સ્થાયી સમિતિએ વહિવટી કાર્યવાહી માટે કમિશનરને અધિકૃત કર્યા છે. જેમાંથી લોનની 30 ટકા ચૂકવણી રાજ્ય-કેન્દ્ર સરકાર કરશે, તો વર્લ્ડ બેંકની 70 ટકા લોન મનપા ભરશે. તો બીજા સમાચારમાં, સુરતમાં વારંવાર બનતી આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વરાછાની 2 ઈમારતના ફસાડમાં ખામી જણાતા નોટિસ મોકલાઈ છે. બંને ઈમારતોના ફસાડને તાત્કાલિક દૂર કરવા નોટિસ મોકલાઈ છે. ફાયર વિભાગ અને શહેરી વિકાસ ખાતાએ કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અગિયાર જેટલી ઇમારતોનો સરવે કરશે. તમામ ઇમારતોમાં ફસાડ અંગેની તપાસ કરવામાં આવી છે.

Feb 29, 2020, 09:50 AM IST
Raghuvir Building To Be Sealed In Surat Fire Case PT4M20S

સુરત આગ: રઘુવીર બિલ્ડિંગને કરાશે સીલ મારવાની કાર્યવાહી

સુરતની રઘુવીર બિલ્ડિંગમાં આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બિલ્ડીંગનું બીયુસી રદ્દ કરવામાં આવ્યું હતું. ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડીંગને સિલ કરવામાં આવશે. આવતીકાલે આ અંગે ફાયર ઑફિસર સાથે મીટીંગનું આયોજન કરાયું હતું. કઈ રીતે આગ લાગી, શું તકલીફ પડી તે અંગે ચર્ચા કરવામાં આવશે.

Jan 21, 2020, 08:25 PM IST
Surat Fire: BU permits canceled of Raghuvir Building PT8M54S

સુરત આગ: રઘુવીર બિલ્ડિંગની બીયુ પરમિશન કરાઇ રદ

સુરતની રઘુવીર બિલ્ડિંગમાં આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બિલ્ડીંગનું બીયુસી રદ્દ કરવામાં આવ્યું હતું. ગતરોજ નોટિસ આપવામાં આવી હતી. બીલ્ડીંગને સિલ કરવામાં આવશે. આવતીકાલે આ અંગે ફાયર ઑફિસર સાથે મીટીંગનું આયોજન કરાયું હતું. કઈ રીતે આગ લાગી, શું તકલીફ પડી તે અંગે ચર્ચા કરવામાં આવશે.

Jan 21, 2020, 07:10 PM IST

તક્ષશિલા અગ્નિકાંડ: ક્રાઇમબ્રાંચે 4 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી રજૂ

સુરત સહિત દેશને હચમચાવી નાંખનારા તક્ષશિલા આર્કેડનાં અગ્નિકાંડમાં થયેલા 22 લોકોના મોતના કેસમાં તપાસ એજન્સી એવી સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસનો અહેવાલ સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર-પાલિકા-ફાયર અને ડીજીવીસીએલની ગંભીર લાપરવાહીને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના 59 દિવસ બાદ આજે ક્રાઇમબ્રાંચે 11 તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાંચે 4000થી વધુ પાનાની ચાર્જશીટ બનાવી છે.

Jul 22, 2019, 11:29 PM IST

અમદાવાદ : વીએસ હોસ્પિટલના થિયેટર રૂમમાં લાગી આગ

અમદાવાદમાં વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળે આગના ઓપરેશન થિયેટરમાં આગનો બનાવ બન્યો હતો. ઓપરેશન થિયેટરમાં મૂકાયેલ ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જોકે, બાદમાં આગને કાબૂમાં લેવાઈ હતી.

Jul 2, 2019, 11:08 AM IST

દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે.

May 29, 2019, 05:23 PM IST

આગકાંડ: શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીએ કહ્યું ‘જવાબદાર લોકો સામે થશે કાર્યવાહી’

શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આગકાંડ બાદ તમામ વિગતો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. કપોદ્રા ફાયર ઓફિસની પણ મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રીને રજૂ કર્યો છે. હજુ વધુ સમય માટે તપાસ ચાલુ રહેશે. 

May 27, 2019, 06:50 PM IST

સુરત કરૂણાંતિકા: ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના 2 અધિકારીઓ સસ્પેન્ડ

સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. મૃતકોમાંથી 14 વિદ્યાર્થીઓના આજે અંતિમ સંસ્કાર કરાયા છે. આ ઘટનામાં ફાયર વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જેને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

May 25, 2019, 05:05 PM IST

સુરત કરૂણાંતિકા: છેલ્લી ઘડીએ પુત્રીએ પિતાને કર્યો ફોન, જાણો શું કહ્યું...

સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં તક્ષશીલા આર્કેડની પાછળના ભાગે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેલી કિષ્ણા ભીકડીયાનું મોત થયું છે.

May 25, 2019, 03:26 PM IST

સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં

સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

May 25, 2019, 01:10 PM IST

જે દિકરા-દીકરીઓના દીપ બુઝાયા છે તેનાથી ગુજરાતના હૃદય પર ચોટ પહોંચી- પેરશ ધાનાણી

સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા.

May 25, 2019, 12:06 PM IST

સુરત કરૂણાંતિકા: ધોરણ 12નું પરિણામ જોવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ

સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે.

May 25, 2019, 11:23 AM IST

સુરત કરૂણાંતિકાઃ અનેક વિદ્યાર્થીઓનો જીવ બચાવનારા કેતને જણાવ્યું કે, 40-45 મિનટ પછી આવી ફાયર બ્રિગેડ

સુરતના પોલિસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોચિંગ સેન્ટરના સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને અન્ય બે આરોપી હજુ ફરાર છે 
 

May 25, 2019, 11:22 AM IST

તક્ષશિલા આર્કેડની આગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષણ કરવા પહોંચ્યા સુરત

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની અને લોકોના મોત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કરી અને વિગતો મેળવી હતી.

May 24, 2019, 10:54 PM IST

સુરતની આગમાં 20ના મોતની આશંકા, રાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસો પર તવાઇ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો પર ફાયર અને સેફ્ટીવિભાગ દ્વારા તાવઇ શરૂ કરવામાં આવી છે. 
 

May 24, 2019, 09:53 PM IST

સુરત: તક્ષશિલામાં ભયાનક આગ, કેટલાય ‘ચિરાગ’ હોમાયા જુઓ વીડિયો અહેવાલ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 14થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે રહીશોમાં તંત્રની લાપરવાહી સામે રોષ પ્રવર્તી રહ્યો છે જ્યારે મોતને પગલે માહોલમાં માતમ છવાયો છે. 

May 24, 2019, 07:55 PM IST

સુરત: ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના, CMએ આપ્યા તપાસના આદેશ

આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે મુખ્યમંત્રી વિજય રૂાપણી તપાસના આદેશ આપ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
 

May 24, 2019, 06:49 PM IST