Surat fire News

સુરતથી 2 મોટા સમાચાર: મનપા વર્લ્ડ બેંક પાસેથી લેશે 2800 કરોડની લોન, આગની ઘટનાના અપડેટ્સ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વર્લ્ડ બેંક પાસેથી 2800 કરોડ રૂપિયાની લોન લેવાની છે. આ રૂપિયાથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કામગીરી કરવામાં આવશે. સ્થાયી સમિતિએ વહિવટી કાર્યવાહી માટે કમિશનરને અધિકૃત કર્યા છે. જેમાંથી લોનની 30 ટકા ચૂકવણી રાજ્ય-કેન્દ્ર સરકાર કરશે, તો વર્લ્ડ બેંકની 70 ટકા લોન મનપા ભરશે. તો બીજા સમાચારમાં, સુરતમાં વારંવાર બનતી આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વરાછાની 2 ઈમારતના ફસાડમાં ખામી જણાતા નોટિસ મોકલાઈ છે. બંને ઈમારતોના ફસાડને તાત્કાલિક દૂર કરવા નોટિસ મોકલાઈ છે. ફાયર વિભાગ અને શહેરી વિકાસ ખાતાએ કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અગિયાર જેટલી ઇમારતોનો સરવે કરશે. તમામ ઇમારતોમાં ફસાડ અંગેની તપાસ કરવામાં આવી છે.
Feb 29,2020, 9:50 AM IST

Trending news