તક્ષશિલા આર્કેડની આગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષણ કરવા પહોંચ્યા સુરત

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની અને લોકોના મોત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કરી અને વિગતો મેળવી હતી.

તક્ષશિલા આર્કેડની આગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષણ કરવા પહોંચ્યા સુરત

સુરત: સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની અને લોકોના મોત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કરી અને વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાને પગલે રાજ્યના મોટા શહેરો તથા જિલ્લા મથકો સુધીના કેન્દ્રોમાં આવેલી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અને આપદા પ્રબંધનના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ ? તેમજ રાજ્ય સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની સધન તપાસના આદેશો આપ્યા છે.

સુરતની આગમાં 20ના મોતની આશંકા, રાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસો પર તવાઇ

મુખ્યમંત્રીએ આ તમામ સ્થળોની ફાયર સેફ્ટી, આપદા પ્રબંધન અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ વ્યાપક પણે ચકાસવા ફાયર નિષ્ણાંતો, માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર, મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની ટીમ તાકીદે તપાસ હાથ ધરીને રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે તેમજ મુખ્ય સચિવ જાતે આ વ્યાપક તપાસની દેખરેખ રાખશે તેવી સુચનાઓ પણ આપી છે.

સુરત: તક્ષશિલામાં ભયાનક આગ, કેટલાય ‘ચિરાગ’ હોમાયા જુઓ વીડિયો અહેવાલ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

 

 

આ અંગે રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો પર ફાયર અને સેફ્ટીવિભાગ દ્વારા તાવઇ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સુરતની આ આગની દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. અને આ ઘટનામાં જવાબદાર પરિબળો અને કારણોના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવા માટેના પણ આદેશો કર્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news