24 march news News

1000 કેસો પણ આવે તો સુરતમાં વેન્ટિલેટરની અછત રહેશે નહિ : મહેન્દ્ર પટેલ
ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણને ધ્યાને લઇ સંપૂર્ણપણે લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી સુરતના અનેક વિસ્તારોમાં લૉકડાઉન (Gujarat lockdown) ની અસર જોવા મળી છે. જોકે કેટલાક સ્થળે લોકો પણ નીકળ્યા હતા. શહેરમાં લૉકડાઉનની સ્થિતિ જોવા પોતે સુરત (surat) ના જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને ડામવા ખાસ અધિકારીની નિયુક્તિ પણ કરાઈ છે અને આ જવાબદારી સુરતના પૂર્વ કલકેટર મહેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. જ્યાં તેઓ પણ આ નિરીક્ષણમાં સામેલ હતા. 
Mar 24,2020, 16:57 PM IST
કોરોનાની અસર : બેરોજગાર બનેલા મજૂરોએ ચાલતા ચાલતા વતનની વાટ પકડી
Mar 24,2020, 16:03 PM IST
હાથમાં કોરોના રિપોર્ટ લઈને ગુજરાત પહોંચશે કોંગ્રેસના ધારાસભ્યો
Mar 24,2020, 15:09 PM IST
લોકડાઉનમાં રખડવા નીકળી પડેલા લોકોને પોલીસે જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો
ગુજરાત રાજ્યમાં કોરોના (Corona virus) ની દહેશતને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો લોડાઉનનો કડક અમલ કરે તે માટે પોલીસ હવે એલર્ટ બની છે. જેના ભાગ રૂપે પોલીસ (Gujarat police) શહેરના તમામ માર્ગો ઉપર તૈનાત કરી દેવાઈ છે. લોકો 144ની કલમનો કડક પાલન કરે તેના માટે અનેક જગ્યાએ પોલીસ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસે પેટ્રોલિંગ સહિત પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે. જોકે હજુ પણ લોકો લોકડાઉન (Gujarat lockdown) ની ગંભીરતાને સમજ્યા વગર બિન્દાસપણે ઘરની બહાર નીકળી રહ્યાં છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જેને લઈને ઘરની બહાર નીકળતા લોકોને પોલીસ સજાવીને પરત ઘરે મોકલી રહી છે. કોરોનાની ગંભીર બીમારીનો મોટા પ્રમાણમાં વ્યાપ ન વધે તે હેતુથી લોકોને ઘરમાં જ રહેવાનું પોલીસ સૂચન કરી રહી છે. તો સાથે સાથે કેટલાક શહેરોની પોલીસ કડક વલણ અપનાવી રહી છે. 
Mar 24,2020, 12:59 PM IST
Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona
ગુજરાત રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 30 પર પહોંચી ગયો છે. તો એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ (Corona virus) ના દર્દીઓ કેવુ અનુભવતા હશે, શું તેઓને આંખ સામે મોત દેખાય છે.. આવા અનેક સવાલો તમારા મગજમાં ઘુમરાયા કરતા હશે. પરંતુ તમામ પ્રકારની કાળજી રાખવા છતા પણ કેવી રીતે કોરોના થાય છે તેનું જીવતુ જાગતુ ઉદાહરણ અહી રજૂ કરીએ છીએ. ફિનલેન્ડથી અમદાવાદ આવેલી યુવતીએ દરેક પ્રકારની કાળજી રાખ્યા છતા તે કોરોનાનો શિકાર છે, જેણે પોતાનો આંખ ઉઘડતો કિસ્સો રજૂ કર્યો છે. તેણે કહ્યું કે, અમદાવાદ (Ahmedabad) ના પહેલાં કેટલાંક COVID-19 પોઝિટિવ વ્યક્તિઓમાંથી એક હોવાથી હોસ્પિટલ બેડ પરથી તમને સૌ કોઈને મારી સફર જણાવવાનો વિચાર આવ્યો. આ કિસ્સો દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન છે.
Mar 24,2020, 10:12 AM IST
આવામાં ક્યાંથી કોરોના જશે? ગુજરાતમાં લોકડાઉન, છતાં વહેલી સવારે લોકો મોર્નિંગ વોક પર
કોરોના વાયરસ (Gujarat corona) ને ફેલાવાતો અટકાવવા માટે ગઈકાલે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. ત્યારે મંગળવારની સવારે લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળેલા જોવા મળ્યા હતા. આવામાં જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહિ. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
Mar 24,2020, 8:34 AM IST

Trending news