1000 કેસો પણ આવે તો સુરતમાં વેન્ટિલેટરની અછત રહેશે નહિ : મહેન્દ્ર પટેલ

ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણને ધ્યાને લઇ સંપૂર્ણપણે લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી સુરતના અનેક વિસ્તારોમાં લૉકડાઉન (Gujarat lockdown) ની અસર જોવા મળી છે. જોકે કેટલાક સ્થળે લોકો પણ નીકળ્યા હતા. શહેરમાં લૉકડાઉનની સ્થિતિ જોવા પોતે સુરત (surat) ના જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને ડામવા ખાસ અધિકારીની નિયુક્તિ પણ કરાઈ છે અને આ જવાબદારી સુરતના પૂર્વ કલકેટર મહેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. જ્યાં તેઓ પણ આ નિરીક્ષણમાં સામેલ હતા. 
1000 કેસો પણ આવે તો સુરતમાં વેન્ટિલેટરની અછત રહેશે નહિ : મહેન્દ્ર પટેલ

તેજશ મોદી/સુરત :ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણને ધ્યાને લઇ સંપૂર્ણપણે લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી સુરતના અનેક વિસ્તારોમાં લૉકડાઉન (Gujarat lockdown) ની અસર જોવા મળી છે. જોકે કેટલાક સ્થળે લોકો પણ નીકળ્યા હતા. શહેરમાં લૉકડાઉનની સ્થિતિ જોવા પોતે સુરત (surat) ના જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને ડામવા ખાસ અધિકારીની નિયુક્તિ પણ કરાઈ છે અને આ જવાબદારી સુરતના પૂર્વ કલકેટર મહેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. જ્યાં તેઓ પણ આ નિરીક્ષણમાં સામેલ હતા. 

નિરીક્ષણમાં સામેલ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં સંપૂર્ણરીતે લૉકડાઉનની અસર 100 ટકા જોવા મળી રહી છે. તેમ છતાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઘરેથી ના નીકળે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, અને કોરેન્ટાઈન હેઠળ જે લોકો પણ છે. તેઓને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા છે. શહેરીજનો આ લૉકડાઉનનું સખ્તાઈથી પાલન કરે આ માટે તંત્ર સજ્જ છે. બીજી બાજુ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં આજે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી એક કેસ જિલ્લાનો છે. તેમના સંપર્કમાં આવેલા ડોક્ટર, મેડિકલ ટીમ અને તેમના પરિવારના સભ્યોને પણ કોરેન્ટાઈન કરવામાં
આવ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બીજો કોરેન્ટાઈન ઉભા કરવામાં તંત્ર સજ્જ છે. જે જિલ્લાના લોકોને પણ જરૂર પડશે તો ઉપયોગમાં લેવાશે. નિરીક્ષણ પર આવેલા સુરતના પોલીસ કમિશનર આર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સોમવારે 32 જેટલા લોકો સામે દંડની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, કે જેઓએ જાહેરનામાનો ભંગ કર્યો હતો. લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી અને ઘરમાં રહે. જે લોકો નિયમનું પાલન નહીં કરશે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સુરત કોરોના વાયરસને ડામવા રાજ્ય સરકારે સુરત શહેર અને જિલ્લામાં ખાસ ઓફિસરની ન્યુક્તિ કરી છે. સુરતના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલને આ ખાસ જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી છે. 

જાહેરનામાનો ભંગ થવાના 299, ક્વોરેન્ટાઈન ભંગના 147 ગુના નોંધાયા : ગુજરાત પોલીસવડા

મહેન્દ્ર પટેલની આગેવાનીમાં સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા સેમ્પલ સેલ બિલ્ડિંગમાં ખાસ કોરોના હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. આશરે 200 બેડની આ હોસ્પિટલમાં તમામ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ અંગે મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં વાયરસની સામે લડતને લઇ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો એક વખત 1000 કેસો પણ આવે તો સુરત શહેરમાં વેન્ટિલેટરની અછત રહેશે નહિ. સુરતના સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ સાથે કોરોનાને લઇ તમામ મીટિંગો કરવામાં આવી રહી છે અને જે પણ અછત હોય તેને પૂર્ણ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news