30 એપ્રિલના સમાચાર News

સામે આવી હોસ્પિટલના બિછાને પડેલા ઋષિ કપૂરના અંતિમ videoની ખરી હકીકત
બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નું આજે 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 2018થી લ્યૂકેમિયા (રક્તનું કેન્સર)થી પીડિતા હતા. તબિયત બગડ્યા બાદ તેઓને બુધવારે એચ.એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે ત્રણ મહિના પહેલા ઋષિ કપૂરના બહેન રિતુ નંદાનું પણ કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારે હાલ ઋષિ કપૂરના નિધનથી તેમના ફેન ગમગીન બની ગયા છે. ઋષિ કપૂરના નિધન બાદ તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો તેમના મૃત્યુના થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં એક શખ્સ તેમની પાસે બેસ્યો છે, અને તે ગીત ગાઈને તેમના આર્શીવાદ મેળવી રહ્યો છે. જોકે, હોસ્પિટલના બિછાનેથી તેમનો અંતિમ વીડિયો કહેવાતા આ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે. 
Apr 30,2020, 18:11 PM IST
વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 
Apr 30,2020, 14:21 PM IST
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. આજે પણ 40 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાશે. બીજા પોઝિટિવ સમાચાર એ છે કે, અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને નવ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે. 
Apr 30,2020, 13:03 PM IST
Rishi Kapoorની Life Story : આ એક્ટ્રેસને લગ્ન પહેલા ડેટ કરી હતી
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ગત રાત્રે એવા સમાચાર મળ્યા હતા કે, તેઓને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે, જેથી રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ઋષિ કપૂરનું નિધન થયું છે અને તેઓ તૂટી ચૂક્યા છે. ચોકલેટી હીરો તરીકે જાણીતા ઋષિ કપૂર એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેઓએ બોલિવુડમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઋષિ કપૂરે પોતાની ફિલ્મ કરિયરમાં સેંકડો ફિલ્મો કરી છે, અને એવોર્ડ મેળવ્યા છે. વર્ષ 2008માં તેઓને ફિલ્મ ફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આવો, આપણા સૌના ફેવરિટ ઋષિ કપૂરના જન્મથી લઈને ફિલ્મી કરિયર વિશે માહિતી મેળવીએ. ઋષિ કપૂરના જન્મ 4 સપ્ટેમ્બર, 1952ના રોજ મુંબઈના ચેમ્બૂરમાં થયો હતો. તેઓ બોલિવુડ શો મેન તરીકે પ્રખ્યાત રાજ કપૂરની બીજી સંતાન હતા. ઋષિ કપૂરને લોકો પ્રેમથી ચિંટુ પણ બોલાવે છે. ઋષિ કપૂરને બે ભાઈઓ છે, રણધીર કપૂર અને રાજીવ કપૂર.
Apr 30,2020, 13:31 PM IST
મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...
કેન્સર સાથે બે વર્ષની લડત બાદ આખરે આજે ઋષિ કપૂર જિંદગી સામેની જંગ હારી ગયા હતા. તે લ્યુકેમિયાથી પીડિતા હતા. અમેરિકામાં લાંબી સારવાર બાદ થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યા હતા. અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ બીજા જ દિવસે બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન થતા સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઋષિના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ કોરોના વાયરસને પગલે દેશની વર્તમાન પરિસ્થિતિઓને કારણે ચાહકોને એકતામાં શોક કરવાની વિનંતી કરી છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે બીમારી સામે છેલ્લા બે દિવસથી લડી રહ્યા હતા. અને જીવનના અંત સુધી તબીબી કર્મચારીઓ સાથે સતત મનોરંજન પણ કરતા રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક દુર્લભ તસવીરો પર એક નજર કરીએ, જે ખુદ ઋષિ કપૂરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. 
Apr 30,2020, 11:47 AM IST
ગુજરાતી ભાષાના નવલકથાકાર કુંદનિકા કાપડિયાનું વલસાડ ખાતે નિધન
ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે વલસાડ ખાતે નિધન થયું છે. 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 1985માં તેઓને ‘સાત પગલા આકાશમાં...’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
Apr 30,2020, 10:23 AM IST

Trending news