31 may news News

અનલોક-1 માટે નાયબ મુખ્યમંત્રી બોલ્યા, આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે
આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અનલોક 1 (Unlock 1) અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે. 
May 31,2020, 22:58 PM IST
ગુજરાતમાં સોમવારથી કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં STબસ સેવા શરૂ થશે, અમદાવાદનું ગીતામંદ
અનલોક 1માં રાજ્યમાં અનેક સેવાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું જરૂરી પાલન થાય તે રીતે એસટી બસો શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આવતીકાલે 1 જૂન, 2020થી શરૂ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, આ અગાઉ 20 મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે. નિગમ દ્વારા 1 જનથી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
May 31,2020, 21:56 PM IST
આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં..
‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે....? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વીડિયો કોલિંગ દ્વારા મેં નિહાળ્યા.... દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના....‘કોરોના’શબ્દ એ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. પુત્ર અને પુત્રવધુ બંન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે. 
May 31,2020, 19:55 PM IST
સોમવારથી અમદાવાદમાં AMTS- BRTS દોડશે, લિમિટેડ રુટ પર સવારે 7થી સાંજે 7 સુધી જશે
આવતીકાલથી રાજ્યભરમાં અનલોક 1 નો અમલ થવાનો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ છૂટછાટ મળશે. આવામાં અનલોક-1ને લાગુ કરવા માટે Amc દ્વારા પણ વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા Amts-brts બસ સેવા શરૂ કરાશે. જોકે, કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જ આ બસ સેવા શરૂ થશે. આ કારણે નિયત સંખ્યા કરતા અડધી સંખ્યામાં જ બસો દોડશે. મુસાફરોની ક્ષમતા પણ અડધી જ રાખવામાં આવશે. હાલ, બસોના ડ્રાઈવર તથા કંડક્ટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ માટે Brts બસમાં વિશેષ સ્ટીકર લગાવાયા છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવી રીતે પાલન કરવું તે સમજાવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા હશે. ડ્રાઇવરો માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઇઝર આપવામાં આવશે. 
May 31,2020, 17:26 PM IST

Trending news