અનલોક થવાના આગલા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા 438 કેસ નોંધાયા

આજે રવિવારે રાજ્યમાં નવા 438 પોઝિટિવ કેસ સામે આવ્યા  છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 16794 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં ૩૧ લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 20 લોકોના થયા છે. આમ, ગુજરાતમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1038 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 689 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 9919 થયો છે. 

અનલોક થવાના આગલા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા 438 કેસ નોંધાયા

હિતલ પારેખ/ગાંધીનગર :આજે રવિવારે રાજ્યમાં નવા 438 પોઝિટિવ કેસ સામે આવ્યા  છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 16794 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં ૩૧ લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 20 લોકોના થયા છે. આમ, ગુજરાતમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1038 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 689 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 9919 થયો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી ગુજરાત અનલોક થવાનું છે, ત્યારે તેના આગલા દિવસે કોરોનાના નવા કેસનો આંકડો સો ટકા ચોંકાવનારો કહેવાય. કારણ કે, અનલોક થયા બાદ વધુ લોકો બહાર નીકળશે, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. 

આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી

  • રાજ્યમાં કુલ કેસ : 16794
  • રાજ્યમાં કુલ મોત : 1038
  • રાજ્યમાં કુલ રિકવર : 9919 

અમદાવાદમાં આજે 299 નવા કેસ 
રાજ્યમાં આજે નવા 438 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાઈઝ કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 299, સુરત 55, વડોદરા 34, ગાંધીનગર 13, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા-રાજકોટ-વલસાડ 4, પંચમહાલ -ખેડા 3, મહેસાણા-ભરૂચ-સાબરકાંઠા 2, અરવલ્લી-પાટણ-દ્વારકા-જુનાગઢ-પોરબંદર-અમરેલી 1 કેસ વધ્યા છે. 

અનલોક-1ની જાહેરાત થતા જ બેખોફ બન્યા લોકો, મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાતા 

જિલ્લાવાઈઝ કેસ પર એક નજર....
જિલ્લાવાઈઝ કેસ પર એક નજર કરીએ તો, સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 12 હજારને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 12180 થયા છે. તો અન્ય ત્રણ મોટા શહેરોની વાત કરીએ તો, વડોદરામાં 1043, સુરતમાં 1620 અને રાજકોટમાં 112 કેસ થયા છે. અન્ય જિલ્લાઓમાં જોઈએ તો, ભાવનગરમાં 121, આણંદમાં 99, ગાંધીનગરમાં 274, પાટણમાં 79, ભરૂચમાં 40, નર્મદામાં 18, બનાસકાંઠામાં 111
, પંચમહાલમાં 88, છોટાઉદેપુરમાં 33, અરવલ્લીમાં 110, મહેસાણામાં 114, કચ્છમાં 80, બોટાદમાં 59, પોરબંદરમાં 10, ગીર-સોમનાથમાં 45, દાહોદમાં 36, ખેડામાં 68, મહીસાગરમાં 115, સાબરકાંઠામાં 103, નવસારીમાં 25,
વલસાડમાં 39, ડાંગમાં 2 , દ્વારકામાં 13, તાપીમાં 6, જામનગરમાં 54, જૂનાગઢમાં 30, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 38, અમરેલીમાં 10 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news