8 ઓગસ્ટના સમાચાર News

રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને ગણતરીના કલાકોમાં 3 રિસોર્ટમાં ખસેડાયા
રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર (rajasthan politics) થી બચાવવા માટે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ભાજપના આ ધારાસભ્યોને ગુપ્ત રીતે સાચવવામાં આવી રહ્યાં છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. ત્યારે ગઈકાલે 6 ધારાસભ્યો સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેના બાદ રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્યોને સાસણના ખાનગી રિસોર્ટમાં મોડી રાત્રે લઈ જવામાં આવ્યા હતા. 6 ધારાસભ્યોને સોમનાથથી સાસણ ખેસડવામાં આવ્યા છે. જન્માષ્ટમી સુધી આ ધારાસભ્યો સાસણ રોકાય તેવી શક્યતા છે. 
Aug 9,2020, 15:29 PM IST
રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે
રાજસ્થાનના રાજકારણ (rajasthan politics) માં ગુજરાત કનેક્શન જોડાયું છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. રાજસ્થાન ભાજપના 15 જેટલા ધારાસભ્યો આજ સાંજ સુધીમાં ગુજરાતમાં હશે. રાજસ્થાનમાં એક પછી એક બદલાઈ રહેલા રાજકીય સમીકરણો વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રણનીતિ ઘડી છે, જેમાં ભાજપના વસુંધરા રાજે સમર્થિત અને મેવાડ વિસ્તારના 5થી વધુ ધારાસભ્યો આજે સવારે અમદાવાદ પહોંચ્યા છે. આ તમામને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા છે. 
Aug 8,2020, 16:55 PM IST
14 ઓગસ્ટે યુવા બેરોજગાર સમિતિ ગુજરાતભરમાં આંદોલન કરશે
Aug 8,2020, 16:31 PM IST
સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું
Aug 8,2020, 15:27 PM IST
રાજસ્થાનના MLA બચાવવાનો માસ્ટર પ્લાન, 12થી વધુ MLAના ગુજરાતમાં ધામા
છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનના રાજકારણમાં વાંકું પડ્યું છે. સચીન પાયલોટે પોતાના જ પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આવામાં ફરીથી રાજસ્થાનમાં રાજકારણમા ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. સાથે જ અપક્ષ અને સચીન પાયલટ જૂથના કેટલાક ધારાસભ્યો પણ તેમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને અમદાવાદના બાવળાના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યા પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યા સુધી તમામને અહીં રાખવામાં આવશે. 
Aug 8,2020, 10:51 AM IST
24 કલાકમાં ગુજરાતના 188 તાલુકામાં વરસાદ, બનાસકાંઠામાં મોડી રાત્રે યુવાન ડૂબ્યો
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. રાજ્યમા છેલ્લા 24 કલાક દરમિયાન 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ (heavy rain) નોંધાયો છે. તો સુરતના જ માંગરોળમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, જૂનાગઢના કેશોદ અને નર્મદાના દેવ્યાપાડામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 38 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે બિલકુલ સામાન્ય વરસાદ 19 તાલુકામાં જોવા મળ્યો છે. 
Aug 8,2020, 10:57 AM IST
ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક
કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી. 
Aug 8,2020, 8:46 AM IST

Trending news