9 જુલાઈના સમાચાર News

3 હત્યાને અંજામ આપનાર સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોઁધાઈ
Jul 9,2020, 16:59 PM IST
ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર
કોરોનાને દર્દી માટે અતિ મહત્વના એવા ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીનો મામલો ગરમાયો છે. રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચ્યુ તેનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટનું નામ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. હોસ્પિટલમાં કામ કરતા ઘનશ્યામ વ્યાસ પર હોસ્પિટલના પ્રિસ્ક્રીપ્શનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. 40 હજારનું ઈન્જેક્શન 57 હજારમાં વેચવાના કૌભાડમાં સિવિલ કેમ્પસમાં આવેલા ટીબી હોસ્પિટલના સ્ટોરમાં ફાર્મસિસ્ટ તરીકે કાર્યરત ઘનશ્યામ વ્યાસની સંડોવણી બહાર આવી છે. ગઈકાલ સુધી સમયસર ટીબી વિભાગમાં પોતાની ઓફિસે આવતા ઘનશ્યામ વ્યાસ આજે ગેરહાજર જોવા મળ્યા. 
Jul 9,2020, 13:12 PM IST
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે
રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં એજન્સીએ ગ્રાહકને આપ્યું હતું. ત્યારે આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ આ અંગે કહ્યું કે, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાજ્યને વ્યાજબી અને ગુણવત્તા વળી દવા મળે તે માટે કટિબદ્ધ છે. બે દવાઓના સારા પરિણામ મળી રહ્યા છે. મોડરેટ અને સિવીયર પેશન્ટ માટે જ આ દવા ઉપયોગી છે. હાલની મહામારીના સમયમાં જરૂરિયાત મંદને દવા મળે તે જરૂરી છે. દવાઓ મેળવવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરે છે. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન વ્યક્તિના આધારે વધારે ભાવમાં વેચાતું હતું. વધારે ભાવમાં દવા બોગસ ગ્રાહકને ઉમા કેજરીવાલે વેચી હતી. અમે પ્રશ્નો પૂછતા તે દવા બાબતે યોગ્ય જવાબ આપી શકી ન હતી. રિટેલ દવા ન વેચી શકે. અમદાવાદમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિ પાસેથી તે દવા ખરીદતી હતી. સિવિલના ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપશન મેળવી ઇન્જેક્શન મેળવતી હતી. 5 હજારના નફા ચઢાવી દવા વેચાતી હતી તેવું પ્રાથમિક તપાસમા ખૂંલ્યું છે. તેની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. કાયદા ના ભંગ બદલ તપાસ કરવામાં આવી રહી છે. 
Jul 9,2020, 12:00 PM IST
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ....
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ જેવી સ્થિત ઉભી થઈ છે. રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં બેંકની 17 બેઠકમાંથી 15 બેઠકની ચૂંટણી બિનહરીફ થશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. તો જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. જયેશ રાદડિયાની પેનલના ઉમેદવાર આજે 11.30 કલાકે ફોર્મ ભરશે.
Jul 9,2020, 11:21 AM IST
એક સમયના સ્ટાર ક્રિકેટર વડોદરાના ઈમરાન શેખ લારી ચલાવવા મજબૂર બન્યા
પ્રસિદ્ધિ અને પૈસા માટે જાણીતા ક્રિકેટ જગતથી અંજાઈને દરેક પેરેન્ટ્સ પોતાના સંતાનને ક્રિકેટર બનાવવા માંગે છે. પણ આ ફિલ્ડની વરવી વાસ્તવિકતા સામે આવી છે. એક સમયે ક્રિકેટમાં 35 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આજે બેરોજગારીથી પરેશાન થયા છે. ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન ઇમરાન જીવનનિર્વાહ માટે લારી ચલાવવા મજબૂર બન્યા છે. ગુજરાન ચલાવવા મૂંગ ચાટની લારી ખોલી લોકડાઉનમાં એ આવક પણ છીનવાઈ ગઈ. દિવ્યાંગ ક્રિકેટર ઇમરાન શેખે ત્રણ એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી દેશનું ગૌરવ વધાર્યું હતું. વર્ષ 2018 માં વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે ઇમરાન શેખે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. પરંતુ આશ્વાસન સિવાય તેઓને કંઈ હાથ લાગ્યું નથી. 
Jul 9,2020, 10:14 AM IST
CBSEની જેમ હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી
કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ મુદ્દે ઝી 24 કલાક એ શિક્ષક અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સાથે વાત કરી હતી. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર CBSE બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 
Jul 9,2020, 9:29 AM IST
રાજ્યમાં વરસાદનું જોર ધીમુ પડ્યું, 24 કલાકમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો
Jul 9,2020, 9:11 AM IST
હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ
Jul 9,2020, 8:08 AM IST

Trending news