અમદાવાદની મહિલા સિંગરને થયો કડવો અનુભવ, આંખ ખોલતો કિસ્સો છે વાંચવા જેવો...

આજના સમયમાં દરેકના હાથમાં મોબાઈલ હોય છે, દરેક વ્યક્તિને કોઈને કોઈ એવા મેસેજ આવે છે જેઓને ફ્રોડ મેસેજ આવતા હોય છે. સતર્ક રહેતી વ્યક્તિ હંમેશા આવા ફ્રોડથી બચી જાય છે. અમદાવાદની એક મહિલા સિંગરને એક યુવકે મેટ્રીમોનિયલ સાઈટ દ્વારા લગ્નની માયાજાળમાં ફસાવીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શખ્સની દાનતનો અંદેશો આવી જતા જ મહિલા ચેતી ગઈ હતી. પરંતુ આ આંખ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવે તે જરૂરી છે, જેથી અન્ય કોઈ લગ્ન ઈચ્છુક યુવતીઓ વિદેશ જવાની ઘેલછામાં આવી રીતે છેતરાય નહિ. 
અમદાવાદની મહિલા સિંગરને થયો કડવો અનુભવ, આંખ ખોલતો કિસ્સો છે વાંચવા જેવો...

ઝી મીડિયા/બ્યૂરો :આજના સમયમાં દરેકના હાથમાં મોબાઈલ હોય છે, દરેક વ્યક્તિને કોઈને કોઈ એવા મેસેજ આવે છે જેઓને ફ્રોડ મેસેજ આવતા હોય છે. સતર્ક રહેતી વ્યક્તિ હંમેશા આવા ફ્રોડથી બચી જાય છે. અમદાવાદની એક મહિલા સિંગરને એક યુવકે મેટ્રીમોનિયલ સાઈટ દ્વારા લગ્નની માયાજાળમાં ફસાવીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શખ્સની દાનતનો અંદેશો આવી જતા જ મહિલા ચેતી ગઈ હતી. પરંતુ આ આંખ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવે તે જરૂરી છે, જેથી અન્ય કોઈ લગ્ન ઈચ્છુક યુવતીઓ વિદેશ જવાની ઘેલછામાં આવી રીતે છેતરાય નહિ. 

breaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી

મહિલા સિંગરે પોતાની સાથે થયેલી ઘટના અંગે જણાવ્યું કે, મેં બે વર્ષ અગાઉ ભારત મેટિરીમોનિયલ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બે વર્ષ સુધી મેં તેમાં ઓફલાઈન રહી હતી, પરંતુ હાલ જ્યારે લગ્ન માટે વિચારી રહી હતી ત્યારે મેં એકાઉન્ટ ઓપન કર્યું. મારા મોટાભાગના રિલેટિવ્સ વિદેશમાં રહેતા હોવાથી મેં વિદેશના મુરતિયા શોધવાનું શરૂ કર્યું. ત્યારે મને હાર્દિક પટેલ નામના એક યુવકે રિકવેસ્ટ મોકલી. હાર્દિકે જણાવ્યું કે તેને સંતાનમાં એક નાનકડી દીકરી છે. મને સંતાનમાં એક દીકરો હોવાથી મેં તેની રિકવેસ્ટ સ્વીકારી. મને તેની નોકરી અને બાકીની માહિતી યોગ્ય લાગી એટલે મેં વાત આગળ વધારી. તેણે કહ્યું કે, તેનો પરિવાર 35 વર્ષથી ફ્લોરિડામાં વસ્યો છે. અમે વીડિયો ચેટથી પણ વાત કરી. 

STના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી

બંનેની વાતચીત આગળ વધી એટલે તેઓએ એકબીજાને મળવાનુ નક્કી કર્યું. પરંતુ કોરોનાકાળને કારણે યુવતી હાર્દિકને કંઈ કહી ન શકી. પરંતુ કોરોના મહામારીમાં પણ યુવક ભારત આવવા તૈયાર થઈ ગયો. તેણે યુવતીને કહ્યું કે, તે એર ઈન્ડિયાના ભારત મિશન અંતર્ગત આવશે. તેણે પ્લેનમાં તેની નાનકડી દીકરી અને મમ્મીને અગાઉ મોકલી દીધી છે તેવુ જણાવ્યું અને મહિલા સિંગરને એરપોર્ટ પર રિસીવ કરવા કહ્યું હતું. પરંતુ આ વચ્ચે જ તેણે ફોન કરીને કહ્યું કે, તેની દીકરી દિલ્હી એરપોર્ટ પર બીમાર થઈ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની મમ્મી પાસે હાલ પૂરતા રૂપિયા ન હોવાથી તેણે મહિલા સિંગર પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. જેથી તેણે 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ યુવકે વધુ રૂપિયા માંગતા યુવતીને શંકા ગઈ હતી, અને તેણે રૂપિયા આપવાની ના પાડી હતી. યુવતીએ ફોન પર વિવિધ સવાલો કરતા પોતે પકડાઈ ગયો હોય તેવુ યુવક સમજી ગયો હતો. તેથી તેણે ‘તને મારી બધી ખબર પડી ગઈ છે... ’ એવો મેસેજ લખીને નંબર બ્લોક કરી દીધો હતો. 

એક સમયના સ્ટાર ક્રિકેટર વડોદરાના ઈમરાન શેખ લારી ચલાવવા મજબૂર બન્યા  

ત્યારે સ્માર્ટ યુવતીએ તરત મેટ્રમોનિયલ સાઈટ પર સંપર્ક કરીને ફેક પ્રોફાઈલની જાણ કરી હતી. જ્યાં તેને જવાબ મળ્યો કે, અમારે ત્યાં આવી કોઈ પ્રોફાઈલ નથી. તો બીજી તરફ, યુવતીએ જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા, તે બેંકનો સંપર્ક કર્યો. બેંક એકાઉન્ટ મહારાષ્ટ્રની બેંક ઓફ ઈન્ડિયામાં છાપીન સંગમા નામની વ્યક્તિનું નીકળ્યું હતું. જેનું એડ્રેસ આસામનું હતું અને આ એકાઉન્ટમાંથી કોઈએ થોડા દિવસ પહેલા જ 1 લાખ રૂપિયા કાઢ્યા હતા. 

ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર યુવતીએ ઝી 24 કલાકને જણાવ્યું કે, મારા જેવી ઘણી છોકરીઓ હશે, જે આવી રીતે ફસાઈ હશે. તેથી હું ઈચ્છુ છું કે તે પકડાઈ જાય. મારા જાણ કર્યા બાદ 
બેંકના કર્મચારીઓએ એક્શન લીધા છે. જેથી જો એ યુવકે અન્ય કોઈ યુવતી સાથે આવું કર્યું હશે તો તે પકડાઈ જશે.

ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકોને હોય છે. પણ તેનો ફાયદો કોઈ અન્ય ન લઈ જાય અને તમે કોઈ ઓનલાઈન છેતરપીંડીનો ભોગ ન બનો તે જરૂરી છે. આ યુવતીએ સમજદારી દાખવી અને સમય પહેલા જ ચેતી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news