3 હત્યાને અંજામ આપનાર સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોઁધાઈ

સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર એવા રાજેન્દ્ર શેખવા ઉર્ફે રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોંધાઈ છે. લાંચરુશવત બ્યુરોએ અપ્રમાણસર મિલકતની ફરિયાદ રાજુ શેખવા પર નોંધી છે. ઉલ્લેખનીય છે કે રાજુ શેખવા પર આ પહેલા ત્રણ-ત્રણ હત્યાના ગુના નોંધાયેલ છે. કુખ્યાત રાજુ શેખવાએ પહેલી હત્યા વર્ષ 2001 માં જોરાવરસિંહ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. તેણે જોરાવરસિંહ ચૌહાણની સાવરકુંડલામાં જાહેરમાં તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક જોરાવરસિંહ ચૌહાણ વોટર વર્કસ કમિટીના ચેરમેન હતા. રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં આ પ્રથમ હત્યા કરી હતી.  

3 હત્યાને અંજામ આપનાર સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોઁધાઈ

ઉદય રંજન/અમદાવાદ :સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર એવા રાજેન્દ્ર શેખવા ઉર્ફે રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોંધાઈ છે. લાંચરુશવત બ્યુરોએ અપ્રમાણસર મિલકતની ફરિયાદ રાજુ શેખવા પર નોંધી છે. ઉલ્લેખનીય છે કે રાજુ શેખવા પર આ પહેલા ત્રણ-ત્રણ હત્યાના ગુના નોંધાયેલ છે. કુખ્યાત રાજુ શેખવાએ પહેલી હત્યા વર્ષ 2001 માં જોરાવરસિંહ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. તેણે જોરાવરસિંહ ચૌહાણની સાવરકુંડલામાં જાહેરમાં તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક જોરાવરસિંહ ચૌહાણ વોટર વર્કસ કમિટીના ચેરમેન હતા. રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં આ પ્રથમ હત્યા કરી હતી.  

કુખ્યાત રાજુ શેખવાએ બીજી હત્યા 2013 માં અમરેલીમાં જાહેર સ્થળ પર ફિલ્મી ઢબે ચાલુ કારમાં કરી હતી. બાબુલાલ જાદવની ફાયરિંગ કરીને હત્યા કરી હતી. બાબુલાલ જાદવ ફૂડ કોર્પરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર હતા. આ હત્યા પણ રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં કરી હતી. 

breaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી

કુખ્યાત રાજુ શેખવાએ ત્રીજી હત્યા અમદાવાદના વાસણામાં શિવ મંદિરમાં પૂજા કરી રહેલ સુરેશ શાહની કરી હતી. શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો. કુખ્યાત રાજુ શેખવાએ આ હત્યા પણ ધંધાની અદાવત અને વર્ષ 2009 માં સુરેશ શાહે રાજુ શેખવા પર ફાયરિંગ કર્યું હતું, જેની અદાવત રાખી હત્યા કરી હતી. 

ગુજરાત એસીબીએ કુખ્યાત રાજુ શેખવા પર અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. અત્યારનો કુખ્યાત ગુનેગાર રાજુ શેખવાએ આ તમામ ગુના કરતા પહેલા અમરેલીના લીલીયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે એ ફરજ બજાવતો હતો. તે મૂળ અમરેલી જિલ્લાનો વતની હોવાથી અમરેલી જિલ્લાના બાહોશ એસપી નિર્લિપ્ત રાયે એસીબીને એક રિપોર્ટ કર્યો. જે રિપોર્ટમાં કુખ્યાત રાજુ શેખવાની મિલ્કત અંગે તપાસ કરવામાં આવે. જેથી એસીબી ગુજરાતે તપાસ હાથ ધરી, જેમાં 93 લાખ 41 હજારની આવક કરતા વધુ મિલ્કત મળી આવી હતી. આ મિલકતમાં જમીન મકાન વાહન અને અન્ય સાધનોનો સમાવેશ થઇ રહ્યો છે. જેને લઈને અપ્રમાણની મિલ્કતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 

સૌરાષ્ટ્રના કુખ્યાત મનાતા એવા રાજુ શેખવા હાલ સુરેશ શાહ હત્યા કેસમાં જેલના સળિયા પાછળ છે, ત્યારે પોલીસ સૂત્રોની વાત માનીએ તો, રાજુ શેખવા ઉંચા ગજાના રાજકીય નેતા અને અધિકારીઓ સાથે ખાસ સબંધો ધરાવે છે. સ્થાનિક સૂત્રોના જણવ્યા અનુસાર, રાજુ શેખવાનો આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં એટલો ખૌફ છે કે મોટા વેપારી અને બિલ્ડરો પણ નામ લેવાથી પણ ડરતા હોય છે. રાજુ શેખવા પર હત્યા ખંડણી અપહરણ હથિયાર સહિત મારામારીના અસંખ્ય ગુના અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news