9 મેના સમાચાર 0 News

હવે કોરોનાના દર્દીઓને લાંબો સમય હોસ્પિટલમાં નહિ રહેવુ પડે, નવી ડિસ્ચાર્જ આવી ગઈ...
May 9,2020, 23:00 PM IST
ગુજરાત સરકારે વિજ બિલ ભરવાની મુદતમાં કર્યો વધારો
May 9,2020, 22:20 PM IST
રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા
હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી. 
May 9,2020, 18:23 PM IST
વડોદરા : કોરોના ફેલાવા માટે જમાતીને કસૂરવાર ગણતા જૈન મુનિ સૂર્યસાગર સામે ફરિયાદ નોંધ
હાલ કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે વડોદરાના વાઘોડિયા મઢેલી ગામના જૈન સાધુએ ફેસબુક પર પોસ્ટ મૂકી વિવાદ સર્જ્યો છે. જેને લઈને વાઘોડિયા પોલીસે જૈન મુનિ સૂર્યસાગર મહારાજ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૈન મુનિ સૂર્યસાગર મહારાજે ફેસબુકના માધ્યમથી 3 દિવસ પૂર્વે પોસ્ટ કરી હતી કે, કોરોનાનો ફેલાવો જમાતીઓના કારણે થયો છે. જેને લઇને અસરફ ભાદરકા નામના યુવાને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે. ફરિયાદને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જૈનમુનિ સૂર્યસાગર મહારાજને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે વાઘોડિયા ડીવાયએસપી કલ્પેશ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે તપાસ થઇ રહી છે. જેમાં કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
May 9,2020, 17:18 PM IST
અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા
અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. તો સાથે જ અત્યાર સુધી કુલ 338 મોત નોંધાયા છે. ગુજરાતનું મેગા સિટી અમદાવાદ (Ahmedabad) એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોના કાબૂ બહાર ગયો છે. અહી કેસનો આંકડો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના દરેક ઝોનમાં કેટલા કેસ થયા છે તે જાણી લેવુ એક અમદાવાદી તરીકે જરૂરી છે. તમે તમારા ઝોન અહી અમદાવાદના સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોનના આંકડા આપ્યા છે. જેમાં કયા ઝોનમાં હાલ કેટલા કેસ છે, કેટલા લોકોના મોત નિપજ્યા છે અને કેટલાક દર્દીઓ રિકવર થયા છે તેની તમામ માહિતી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના આજે સવારે 9 વાગ્યા સુધીના વિસ્તાર આંકડા આ મુજબ છે. વાચકોએ નોંધ લેકી આ માત્ર અમદાવાદ શહેરના જ આંકડા છે, તેમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી કરાયા. 
May 9,2020, 17:44 PM IST

Trending news