ગુજરાત સરકારે વિજ બિલ ભરવાની મુદતમાં કર્યો વધારો

કોરોના વાયરસને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપવા માટે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. આ નિણર્ય અનુસાર, રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ અને એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે. રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગોને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના આવા તમામ એલટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજ બિલમાં ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાત સરકારે વિજ બિલ ભરવાની મુદતમાં કર્યો વધારો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપવા માટે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. આ નિણર્ય અનુસાર, રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ અને એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે. રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગોને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના આવા તમામ એલટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજ બિલમાં ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ 

એલ.ટી વીજ ગ્રાહકોને આવા ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જથી મુક્તિ
આ અગાઉ રાજ્ય સરકારે માત્ર લોકડાઉનમાં આવા બંધ રહેલા એલ.ટી વીજ વપરાશકારોને જ ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીએ હવે નાના, મધ્યમ વેપારીઓ, દુકાનદારો ઉદ્યોગકારોને વધુ આર્થિક રાહત આપવાના આશયથી તમામ એલ.ટી વીજ ગ્રાહકોને આવા ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

આ લોકોને લાગુ નહિ પડે આ નિયમ 
રાજ્યમાં એચ.ટી ગ્રાહકોના સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે, લોકડાઉન દરમ્યાન એવા વીજ ગ્રાહકોનો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે, તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી એપ્રિલ માસના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક, ટેલિકોમ કંપનીઓ, પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ, રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ. ખાનગી હોસ્પિટલો લોકડાઉન દરમિયાન મહદ અંશે બંધ રહી છે. આમ છતાં જે હોસ્પિટલનો વીજ વપરાશ લોકડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news