9 june news News

ચાની કીટલી પર કામ કરતા યુવકે બદલો લેવા મિત્રના નામે ખંડણીનો પત્ર લખ્યો, અને પછી...
અમદાવાદના એક વેપારીને નક્સલીઓના નામે ધમકી મળી અને સાથે જ પરિવારની મહિલાઓ પર રેપ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આરોપીએ પત્રમા જણાવ્યું હતું કે, જો વેપારી પોલીસને જણાવશે તો તેને મારી નાખશે. આમ, વેપારી પાસેથી 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પત્ર વાંચી વેપારીના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીના નામે આવેલી આ ચિઠ્ઠી જોઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે બોપલ ખાતે ચાની કીટલી ધરાવતા અનુપ જગભીયેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અનુપ મૂળ નાગપુરનો રહેવાસી છે અને અગાઉ નોકરી કરતો હતો ત્યારે સાથી કર્મી સાથે માથાકૂટ થતા તેનો બદલો લઈને ફસાવવા આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.
Jun 9,2020, 14:14 PM IST
ગુજરાતમાં ફરી વેવાઈ-વેવાણનું ઈલુઈલુ ચગ્યું, સાબરકાંઠામાં વેવાઈ-વેવાણની એકસાથે આત્મહત
ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ આખા દેશમાં ગાજ્યું હતું, ત્યાં હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, સાબરકાંઠામાં વેવાઈ અને વેવાણની એકસાથે આત્મહત્યાનો બનાવ બન્યો છે. ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 
Jun 9,2020, 13:10 PM IST
વિપક્ષનો આરોપ, ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. જ્યાં રિકવર રેટ વધુ છે, ત્યાં કોરોનાના આંકડા પણ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કેસ પર અંકુશ નથી. આવામાં વિપક્ષે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, દેશ અને વિશ્વમાં કોરોનાને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં બેકાબૂ બની છે. તો સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. WHO એ જાન્યુઆરી માસમાં સરકારને ચેતવી હતી. કેન્દ્ર સરકારે રાજ્યસરકારને પણ ચેતવી હતી. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે. અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. ટ્રમ્પ પણ કહે છે કે જો ભારતમાં પણ ટેસ્ટ વધારવામાં આવે તો આંકડો અમેરિકાથી આગળ નીકળી જાય. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે. ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.
Jun 9,2020, 12:43 PM IST
કોરોનાથી પોલીસકર્મી 2 ભાઈના મોત, એકસાથે 2 મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું
કોરોના મહામારીમાં અનેક પોલીસ કર્મીઓ દેશ માટે ભલે ફ્રન્ટલાઈન વોરિયર ગણાતા હોય, પરંતુ કોરોનાની જવાબદારી વચ્ચે આ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારમાં મોભીની જવાબદારી સુનિશ્ચત રીતે અદા કરે છે. ત્યારે અમદાવાદમાં સોમવારે ફરી એક પોલીસકર્મીએ કોરોના મહામારી સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો. અમદાવાદના એલ ડિવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ઠાકુર થોડા દિવસ અગાઉ કોરોનાની સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. જોકે ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને કોરોના સામે લડતા લડતા તેમનું મોત થયું. અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા પણ મુકેશ ઠાકોરના દુખદ અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે ત્યારે પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા છે.
Jun 9,2020, 10:18 AM IST

Trending news