વિપક્ષનો આરોપ, ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. જ્યાં રિકવર રેટ વધુ છે, ત્યાં કોરોનાના આંકડા પણ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કેસ પર અંકુશ નથી. આવામાં વિપક્ષે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, દેશ અને વિશ્વમાં કોરોનાને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં બેકાબૂ બની છે. તો સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. WHO એ જાન્યુઆરી માસમાં સરકારને ચેતવી હતી. કેન્દ્ર સરકારે રાજ્યસરકારને પણ ચેતવી હતી. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે. અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. ટ્રમ્પ પણ કહે છે કે જો ભારતમાં પણ ટેસ્ટ વધારવામાં આવે તો આંકડો અમેરિકાથી આગળ નીકળી જાય. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે. ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.

વિપક્ષનો આરોપ, ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. જ્યાં રિકવર રેટ વધુ છે, ત્યાં કોરોનાના આંકડા પણ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કેસ પર અંકુશ નથી. આવામાં વિપક્ષે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, દેશ અને વિશ્વમાં કોરોનાને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં બેકાબૂ બની છે. તો સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. WHO એ જાન્યુઆરી માસમાં સરકારને ચેતવી હતી. કેન્દ્ર સરકારે રાજ્યસરકારને પણ ચેતવી હતી. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે. અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. ટ્રમ્પ પણ કહે છે કે જો ભારતમાં પણ ટેસ્ટ વધારવામાં આવે તો આંકડો અમેરિકાથી આગળ નીકળી જાય. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે. ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.

અમિત ચાવડાએ કોરોનાની કામગીરી અંગે સવાલો ઉઠાવતા કહ્યું કે, શા માટે ૭૬ દિવસ પછી નિષ્ણાત ડોક્ટરની ટીમ સામે આવી. ડોક્ટરના કહેવા પ્રમાણે એન-95 માસ્ક સામાન્ય લોકો માટે નથી, તો સરકારે શા માટે 49 રૂપિયાનું માસ્ક 65 રૂપિયામાં સામાન્ય નાગરિકોને વેચવામાં આવ્યું. ગુજરાતની જનતા વતી કોગ્રેસની માંગ છે કે, કોરોનાની મહામારીમાં સરકારે શુ કાર્યવાહી કરી તે અંગે સરકાર શ્વેત પત્ર બહાર પાડે. કોઇ પણ દર્દીને રાજ્યમાં તાત્કાલિક સારવાર મળતી નથી. એક હોલ્પિટલથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખવડાવવાનાં આવે છે. સરકારે આ સમસ્યાના નિવારણ માટે ડેસ્ક બોર્ડની રચના કરવી જોઇંએ. જે હોસ્પિટલમાં જે બેડ ખાલી થાય તેની તાત્કાલિક માહિતી ઓનલાઇન ડેસ્ક બોર્ડ પર મૂકાવવી જોઇંએ. જેથી દર્દીને અવાર નવાર એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે. લોકડાઉન બાદ કેસના આંકડા ઘટવા જોઇંએ. જોકે ગુજરાતમાં લોકડાઉનમાં કોરોનાના આંકડા વધ્યા છે.

કોરોનાથી પોલીસકર્મી 2 ભાઈના મોત, એકસાથે 2 મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું

કોરોનાના ઈન્જેક્શન મામલે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, સરકારે ઇન્જેક્શનની માત્ર જાહેરાત કરી છે. જોકે તમામ દર્દીઓને તે ઇન્જેક્શન આપવાનાં આવતું નથી. ઇન્જેક્શન માટે આરોગ્ય મંત્રી સુધી વગ લગાડવાની જરૂર લોકોને પડે છે. તો કોંગ્રેસની મીટિંગ મુદ્દે તેઓએ કહ્યું કે, કોઇ ધારાસભ્યોને બળજબરીથી રિસોર્ટમાં નથી લઇ જવાયા. તમામ ધારાસભ્યો અલગ અલગ ઝોનમાં એકઠા થયા છે. કોગ્રેસના ધારાસભ્યો લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસમાં કોઇ લડાઇનો પ્રશ્ન નથી. જેમ પરિસ્થિતિ બદલાય તેમ રણનીતિ બદલાય છે. દરેક ધારાસભ્યો પોતાના વિસ્તારની નજીક રહી શકે તે માટે એક સ્થળે એકઠા થઇ સરકાર સાથે લડી રહ્યા છે. તમામ ધારાસભ્યો પોતોના વિસ્તારના લોકોના સંપર્કમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news