ગુજરાતમાં AAPના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કાર્યાલયમાં તાળા તોડી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
Trending Photos
Gujarat Aap News: દિવાળી બાદ જ્યાં ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં રજાનો માહોલ છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં એક મોટી ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી થઈ છે. ચોરીની આ ઘટના દિવસે દિવસે બની હતી. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે તપાસની માંગ કરી છે.
गुजरात में @AAPGujarat के कार्यालय में कल दिन दहाड़े हुई चोरी।
आम आदमी पार्टी के गुजरात के प्रदेश अध्यक्ष @isudan_gadhvi ने आरोप लगा कि पार्टी से जुड़े जरूरी कागजात चोरी की आशंका। पार्टी की रणनीति, आनेवाले कार्यक्रम समेत कई डॉक्यूमेंट पार्टी दफ्तर में थे।#गुजरात #gujrat pic.twitter.com/ocLnnEpXAW
— Amit Pandey (@amitpandaynews) November 4, 2024
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કાર્યાલયમાં તાળા તોડી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ગઢવીએ આક્ષેપ કર્યો છે કે અમારી ઓફિસમાં ત્રણ તાળા તૂટેલાં છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે. અમદાવાદમાં બાટા ચોક પાસે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય આવેલું છે. આશ્રમ રોડને અડીને આવેલ નવરંગપુરા ખૂબ જ પોશ વિસ્તાર ગણાય છે.
ગઈ રાત્રે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય પરથી મહત્વના ડોક્યુમેન્ટ અને ડેટા ચોરી કરવાનો પ્રયાસ થયો છે.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ચેમ્બર સુધી ચોર પહોંચ્યા છે. કેટલીક વસ્તુઓની ચોરી પણ થયેલ છે.
રાષ્ટ્રીય પાર્ટીના કાર્યાલય પર ચોરીની ઘટના કાયદો વ્યવસ્થાની હાલત ઉજાગર કરે છે. pic.twitter.com/uI6YTrN3HR
— Gopal Italia (@Gopal_Italia) November 4, 2024
મુખ્યમંત્રીએ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ-
આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના 3 નવેમ્બરે બની હતી. ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકીય પક્ષોના કાર્યાલયો પણ સુરક્ષિત નથી.
ગઢવીની ઓફિસના તાળાં તોડી એલઇડી ટીવી સહિતના મહત્વના દસ્તાવેજોની ચોરી થયાની આશંકા છે. ગઢવીએ આરોપ મૂક્યો છે કે, આ ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાના ઈરાદે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ઈસુદાન ગઢવીએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 14 ટકા વોટ મળ્યા હતા. ગુજરાતમાં પ્રદર્શન બાદ જ AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે