Balasinor News

શેરી મહોલ્લાની ખબર: જાણો બાલાસિનોરના રહિશોની સમસ્યા વિશે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ કાલુપુર જુના પ્લોટ વિસ્તારની જો વાત કરીએ તો રસ્તો ઉબડ ખાબડ છે. સ્ટ્રીટ લાઈટ નથી ચાલતી અને લોકોને અંધારામાં રહેવું પડે છે અને ફળીયામાં દરેક મકાન આગળ ગંદકી ખદબદી રહી છે. રસ્તા પર ગટરોના પાણી વહી રહ્યા છે. જેને લઈને સ્થાનિકો વારંવાર બીમાર પડે છે અને કચરો લેવા પણ સમય સર આવતા નથી. તેમજ અહીંયા કાદવ કીચડ હોવાથી સ્થાનિકો વારંવાર બીમારીનો સામનો કરી રહ્યા છે. આવી અનેક સમસ્યાઓથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્રની આંખ ઉઘડતી નથી. આખરે સ્થાનિક લોકોએ જો પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.
Oct 23,2019, 15:44 PM IST
Pics : 7 જૂનથી પ્રવાસીઓને ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ મળશે, ડાયનાસોર સા
દુનિયામાં વિશાળકાય પ્રાણીઓની કલ્પના કરીએ તો આપણી નજર સમક્ષ સૌપ્રથમ ડાયનાસોર આવે છે. પરંતુ આપણ નસીબ એવા ખરાબ છે કે, આ વિશાળકાય પ્રાણી હવે આ પૃથ્વી પર બચ્યાં નથી. પણ જો આપણે સ્ટીવન પિલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મ જોઈ હોય તો એવું થઇ જાય કે, ‘હાશ, આપણે બચી ગયા. નહિ તો આ મહાકાય જાનવર તો નરસંહાર કરી નાંખત.’ આવામાં ગુજરાતમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, ગુજરાતના મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે આવેલ ડાયનાસોર ફોસિલ પાર્કને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે કે અન તેને અંદાજે 6.5 કરોડના ખર્ચે નવુ બનાવાયું છે. આ સ્થળને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવશે.   
Jun 3,2019, 10:11 AM IST

Trending news