bullying

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં: પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Sep 23, 2020, 08:36 PM IST

દાહોદના જિલ્લા કલેક્ટરની ગુંડાગીરીનો આક્ષેપ, પોતાના કર્મચારીને સમજાવવાના બદલે માર્યો માર

જિલ્લા કલેક્ટર દ્વારા ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને આસિસ્ટન્ટને માર મરાયાના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે ગોધરા ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ અને તમામ વર્ગના કર્મચારીઓ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. ગોધરા ખાતે આવેલ જિલ્લા જમીન રેકર્ડ કચેરીના ઇન્સ્પેક્ટર દિપક પટેલ કે જેઓ દાહોદ જિલ્લાના ચાર્જમાં હતા. તે સમય દરમ્યાન તેમના અને તેમના આસિસ્ટન્ટને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માર મરાયા ના આક્ષેપ અને ન્યાય મેળવવાની માંગણી સાથે છેલ્લા કેટલાક દિવસથી ગોધરા ડીઆઇએલઆર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારી મહામંડળના નેજા હેઠળ આગામી 15 સપ્ટેમ્બર સુધી મર્યાદિત સંખ્યામાં પ્રતીક ઉપવાસ પર બેઠા છે. 

Sep 4, 2020, 07:24 PM IST
Kinner Bullying In Jamnagar PT4M32S

જામનગરમાં કિન્નરોની દાદાગીરી, કપડાં ઉતારી જબરદસ્તી ઉઘરાવે છે રૂપિયા, જુઓ Video

જામનગર શહેરમાં વેપારીઓ ઉપર કિન્નરોનો ત્રાસનો CCTV વીડિયો વાયરલ થયો છે. તહેવારના નામે વેપારીઓ પાસે કિન્નરોની લુખ્ખી દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. કપડાં ઉતારી જબરદસ્તી રૂપિયા ઉઘરાવે છે. જામનગરમાં કિન્નરોની સંખ્યા બંધ ટોળકી સક્રિય થઈ છે.

Mar 7, 2020, 05:10 PM IST
Bullying Of Homeguard Personnel In Surat PT3M23S

સુરતમાં હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી

સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે.કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે..આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.

Jan 25, 2020, 08:15 PM IST
Bullying Of Municipal Demolition Department In Surat PT3M51S

સુરતમાં મનપાના દબાણ ખાતાની દાદાગીરી આવી સામે

સુરતના વરાછા વિસ્તારમાં મનપાના દબાણ ખાતાની મનમાની ફરી એક વખત સામે આવી છે મનપાના દબાણ ખાતાના અધિકારીઓએ શાકભાજી રોડ પર ફેકી લારીઓ કબજે કરી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Jan 24, 2020, 06:35 PM IST
Bullying Of Sarpanch Family In Kesod Of Junagadh PT3M50S

જૂનાગઢના કેશોદમાં સરપંચના પરિવારની દાદાગીરી, વીડિયો વાયરલ

જૂનાગઢના કેશોદના રંગપુર ગામના સરપંચના પરિવારજનની દાદાગીરી વીડિયો વાયરલ થયો છે. અરજદારને લાકડી લઈ ધમકાવતા હોવાનો વીડિઓ સામે આવ્યો છે. અરજદારને બીભત્સ ગાળો આપી હતી. મહિલા સરપંચ ઉર્મિલાબેન ભેટારિયાથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આધારકાર્ડની પૂછપરછ માટે અરજદાર ગયો હતો. સરપંચનો પૌત્ર ઉગ્ર બની અરજદારને લાકડીથી ધમકાવ્યો હતો. અરજદારે સરપંચની સહી કરાવવા અનેક વખત ધક્કા ખાધા છે. સહી કરવાના રૂ. 500 માંગ્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે.

Jan 20, 2020, 05:45 PM IST