corona hospital

Corona ની મહામારીમાં ભારતની મદદ કરવા મહાનાયકે દુનિયાને કરી આજીજી, કોવિડ કેર માટે આપ્યાં 2 કરોડ

કોરોનાની મહામારીના કારણે હાલ ભારતમાં હાહાકાર મચ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ હતી છે. આ સ્થિતિમાં બોલીવુડના મહાનાયક કોરોનાના દર્દીઓની વહારે આવ્યાં છે.

May 10, 2021, 05:48 PM IST

Corona: વધતા કોરોના સંક્રમણથી કેન્દ્ર ચિંતાતૂર, રાજ્યોને આપી આ ચેતવણી

કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણ જે ગતિથી દેશમાં વધી રહ્યું છે તેના કારણે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો ચિંતામાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી ઉચ્ચારી છે કે સતત વધી રહેલા સંક્રમણને પહોંચી વળવા માટે હાલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ અપૂરતુ સાબિત થઈ શકે છે. 

Apr 26, 2021, 07:27 AM IST

70 ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાંય પિતા-પુત્રની બેલડીએ ફક્ત 10 દિવસમાં કોરોનાને મ્હાત આપી

અમદાવાદ સિવિલમાં સારવાર લેવાનો નિર્ણય સાર્થક થયો : સિવિલ હોસ્પિટલની સારવાર પઘ્ઘતિમાં અતૂટ શ્રધ્ધા હતી - કોરોનામુક્ત રાહુલભાઇ પટેલ

Apr 22, 2021, 08:18 PM IST

મેં જીવવાની આશા છોડી દીધી હતી...કોરોનામુક્ત થઇ દર્દીએ હોસ્પિટલને હ્યદયસ્પર્શી પત્ર લખ્યો !

આઇ.સી.યુ.માં પહોંચ્યા બાદ જીવવાની આશા છોડી ચૂકી હતી :તબીબોના અથાગ પરિશ્રમ અને સ્ટાફ મિત્રો દ્વારા મળેલ સારસંભાળે મને નવજીવન આપ્યું – મેનકા શર્મા

Apr 22, 2021, 06:01 PM IST

નાસિક દુર્ઘટનામાં 22ના મોત, મૃતકોના પરિવારને મળશે 5 લાખનું વળતર, ઉદ્ધવે આપ્યા તપાસના આદેશ

નાસિકના જિલ્લાધિકારી સૂરજ માંઢરે પ્રમાણે આજે સવારે હોસ્પિટલમાં લાગેલ ઓક્સિજન ટેન્કનો કોક ખરાબ થઈ ગયો હતો, જેના કારણે લીકેજ શરૂ થયું. આ કારણે ઓક્સિજનની સપ્લાઈનું પ્રેશર ઓછુ થઈ ગયું અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા 22 દર્દીઓના મૃત્યુ થયા.

Apr 21, 2021, 04:57 PM IST

AHMEDABAD: કેન્દ્રીય ટીમે સિવિલનાં કોરોના હોસ્પિટલની સુવિધા અંગે વ્યક્ત કર્યો સંતોષ

 રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરીને આ જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નશીલ છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ કે એ-સિમ્પટોમેટિક દર્દીઓ આઈસોલેશનમાં રહે તો તેમના પરિવારજનો અને અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આવા સંજોગોમાં આવા દર્દીઓને પ્રાઈવેટ નર્સિંગ હોમ, કોમ્યુનિટી હોલ કે કોવિડ કેર સેન્ટર જેવી વ્યવસ્થામાં રાખી શકાય. અને જ્યાં વેન્ટિલેટર કે ICCUની આવશ્યકતા નથી એવા સારવારના સ્થળો તાત્કાલિક વધારવાની આવશ્યકતા છે.

Apr 10, 2021, 11:18 PM IST

પોરબંદરની વિચિત્ર કોરોના હોસ્પિટલ: ન પીવાનું પાણી, ન લિફ્ટ કે ન કોઇ પ્રાથમિક સગવડ !

કોરોના વાયરસના મહામારીને પહોંચી વળા અને કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લામાં તાત્કાલિક ધોરણે કોવીડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. પોરબંદરમાં કોવીડ હોસ્પિટલના કારણે કોરોનાના દર્દીઓને તો જરુરી સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ કોવીડ હોસ્પિટલ પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં જ કાર્યરત કરાઈ છે અને સિવિલ હોસ્પિટલને નર્સિગ કોલેજમાં શિફ્ટ કરાઈ છે. જ્યા હોસ્પિટલમાં જરુરી હોય તે લીફ્ટ સહિતની સુવિધાઓ નહી હોવાથી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Nov 7, 2020, 07:39 PM IST

વડોદરાની SSG હોસ્પિટલના કોરોના વોર્ડમાં આગ, કોઇ જાનહાની નહી

શહેરની SSG હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાનાં કોવિડ વોર્ડમાં આગ લાગવાની ઘટનાને પગલે ભાગદોડ મચી ગઇ હતી. આગનું કારણ જો કે હજી સુધી સામે આવ્યું નથી. 

Sep 8, 2020, 08:10 PM IST