Corona virus outbreak india 0 News

ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે. 
May 5,2020, 14:43 PM IST
જીવ જોખમમાં મૂકીને કોરોનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય
કોરોના વાયરસની સામેની જંગમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે રોજેરોજ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે જાહેરાત કરાઈ કે, સરકાર દ્વારા મહાનગરપાલિકાના અને નગરપાલિકાના સફાઈકર્મીઓ માટે રૂ. 25 લાખનું વીમા કવચ લેવાશે. મહેસુલી વિભાગના કર્મચારીઓ પણ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓ માટે પણ 25 લાખનું વીમા કવચ લેવાનો નિર્ણય કરાયો છે. 17 હજારથી વધુ પરવાના ધારકો અને વિભાગના કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ અપાશે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે, જેમાં આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ કરાશે. 
Apr 5,2020, 16:39 PM IST
દેશના આ 10 રાજ્યોમાં લોકડાઉન ખૂલ્યા બાદ પણ પગ ન મૂકતા, હાલત છે અતિ ગંભીર
હાલ આખો દેશ કોરોના વાયરસ (Corona Virus) સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 3500થી વધુ કિસ્સા સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ 77ના મોત નિપજ્યા છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. કોરોના વાયરસની સામે જંગ ચાલુ જ છે. કોરોનાને હરાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. આવામાં દેશના 10 રાજ્યો એવા છે, જે હાલ કોરોનાના હોટ સ્પોટ બની ગયા છે. આ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રાજ્યોના લોકોએ હાલ સૌથી વધુ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. 14 એપ્રિલના રોજ લોકડાઉન પૂરુ થઈ રહ્યું છે. આવામાં આ રાજ્યોમાં જવાથી તમારે બચવુ જોઈએ. જ્યા સુધી અહી કોરોના જડમૂળથી નાબૂદ ન થઈ જાય, ત્યાં સુધી અહીં જવુ હિતાવહ નથી. 
Apr 5,2020, 13:17 PM IST
સુરત : શાકભાજી લેવા 10 હજારના ટોળું ઉમટ્યા બાદ આખરે તંત્ર જાગ્યું
Apr 5,2020, 12:27 PM IST
અમદાવાદ કોરોનાનો ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનમાં સપડાયુ, ક્લસ્ટર ક્વોરન્ટાઇ
Apr 4,2020, 12:10 PM IST
કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદીઓને, 7 વર્ષની બાળકી પણ આવી ઝપેટમાં....
Apr 3,2020, 12:07 PM IST
Breaking News: નિઝામુદ્દીન મરકજમાં અજીત ડોવાલનો એક ખાસ કામ માટે કરાયો હતો સંપર્ક
Apr 1,2020, 13:15 PM IST
આંચકાજનક માહિતી: સુરતમાંથી 73 લોકોએ તબલિગી જમાતમાં હાજરી આપી હતી, અન્યોની શોધખોળ શરૂ
દિલ્હીમાં યોજાયેલ નિઝામુદીન (Nizamuddin Markaz) ખાતેના તબલિગી જમાત (Tablighi Jamaat ) ના કાર્યક્રમે કેન્દ્ર સરકારની સાથે વિવિધ રાજ્યોની સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. દેશમાં હાહાકાર મચાવનારી આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 450થી વધુ લોકોનો કોરોના (Corona virus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે હાલ સરકાર આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને શોધી રહી છે. આ લોકો અન્ય લોકોને ચેપ ન લગાડે તેની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર આવા લોકોને શોધવા માટે એલર્ટ મોડ પર આવી ગયું છે. આ આંકડો સુરતમાં સૌથી મોટો છે. 
Apr 1,2020, 8:45 AM IST

Trending news