Dilip thakor News

સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમે
રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં ગુજરાતે તેની પરંપરા ફરી જાળવી રાખી છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ના અહેવાલ મુજબ સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દ્વારા વર્ષ ૨૦૦૨થી પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં ભારતના રાજ્યો દ્વારા ૩,૩૮,૫૦૦ યુવાનોને રોજગારી સામે ગુજરાત ૨,૯૦,૮૦૦ યુવાનોને (૮૬ ટકા) રોજગારી પૂરી પાડવામાં આવી છે. લેબર બ્યુરો, ચંદીગઢના અહેવાલ મુજબ સમગ્ર ભારતનો બેરોજગારી દર હજાર વ્યક્તિએ પચાસ છે જેની સામે ગુજરાતનો બેરોજગારી દર હજાર વ્યક્તિએ નવ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ સૌથી નીચો છે. એમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું. 
Aug 21,2018, 10:31 AM IST

Trending news