drug dealers

AHMEDABAD: બિનકાયદેસર ગર્ભપાતના સાધન, ડ્રગ્સ વેચતા વેપારીને રાજ્યવ્યાપી દરોડા

ગર્ભપાતની A-KARE KIT, CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડાની કાર્યવાહી. અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતી વ્યકિતને ઝડપી પડાઈ છે. અમદાવાદના વિપુલ શૈલેષભાઈ પટેલના રહેણાંક પર દરોડા પાડી રૂપિયા 6 લાખની KIT જપ્ત કરવામાં આવી. 

Jun 12, 2021, 06:54 PM IST

AHMEDABAD: કોરોના કાળમાં દવાની કાળાબજારી કરનારાઓ પર તંત્રની લાલ આંખ

વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાત અન્વયે બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન  આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. 

May 31, 2021, 07:44 PM IST

સુરત : 1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતમાં અચાનક ડ્રગ ડીલરો ઉગી નિકળ્યાં?

ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું હોટસ્પોટ બનતું જાય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે કમર કસી છે. જેના પગલે છેલ્લા થોડા દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જબ્બે કરવામાં આવ્યું છે. સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા આજે એક યુવક પાસેથી 1 કરોડ કરતા પણ વધારે રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.  જો કે ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે તેના કારણે તંત્ર સહિત સરકાર પણ પરેશાન છે. 

Sep 22, 2020, 07:50 PM IST

માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા

સુરત (Surat) શહેરમાં ગાંજા માફિયા (Drug dealers) હવે મોટી સંખ્યાંમાં ગાંજો ઓરિસ્સાથી મોકલી રહ્યાં છે. આ માટે ટ્રાન્સપોર્ટના વિવિધ રસ્તાઓ પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ગાંજો રેલવે દ્વારા સુરતમાં ઘૂસાડાતો હતો. પરંતુ આ વખતે તેઓએ રેલવેનો નહિ પણ, ગાંજો સપ્લાય કરવા રોડનો ઉપયોગ કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા દબાણ વધતા ગાંજા માફિયાઓએ હવે રોડના માધ્યમથી સુરતમાં ગાંજો લાવવાનું શરૂ કર્યું છે. જેની બાતમી મળતા જ એસઓજી (SOG) પોલીસે બે લોકોને 300 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 18.18 લાખ રૂપિયા છે.  

Nov 11, 2019, 02:27 PM IST