foreign liquor

Anand ચોકડી પાસેથી પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ, બેની ધરપકડ

બુટલેગરો (Bootleggers) અવનવા નુસખા અજમાવી દારૂની ખેપ મારતા હોય છે. ત્યારે આણંદ (Anand) નજીકથી દારૂ ભરેલી ટ્રકને પોલીસે (Police) ઝડપી પાડી છે. 

Jul 29, 2021, 07:00 PM IST

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ

પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.

Jun 14, 2021, 09:37 AM IST

દારૂની હેરાફેરી માટે બુટલેગરનો અનોખો કીમિયો, તેલનો ડબ્બો કટર વડે કાપતાં પોલીસ ચોંકી ઉઠી

પોલીસને શંકા જતા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ કૃષ્ણનગર પોલીસે તેલના ડબ્બા કાપીને 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

May 28, 2021, 04:17 PM IST

વડોદરા: ખોખરીયા ગામે 12.43 લાખની કિંમતનો 4872 બોટલ દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી લેવાયો

સાવલી પોલીસ દ્વારા ખાખરીયા ગામ નજીકથી બાતમીના આધારે 12.43 લાખ રૂપિયાનાં દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મુદ્દે પોલીસ દ્વારા 19 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. સાવલી પોલીસ દ્વારા ખાખરીયા ગામમાં પહેલાથી મળેલી બાતમીનાં આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ આઇસર ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં દારૂ હોવાની બાતમી હતી. જેથી પોલીસ દ્વારા ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો. 

Mar 13, 2020, 12:13 AM IST
Foreign Liquor Smuggling In Tankers In Junagadh PT4M4S

જૂનાગઢમાં ટેન્કરમાં ભરીને વિદેશી દારૂની હેરાફેરી

જૂનાગઢના બીલખા રોડ ઉપરથી દારૂ ભરેલ ટેન્કર (સિમેન્ટ મિક્સર) ઝડપાયું હતું. આશરે 500 પેટી જેટલો દારૂનો જથ્થો પકડી 3 ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. ડુંગરપુર અને વિજાપુર નજીક દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

Jan 12, 2020, 05:40 PM IST

અમદાવાદ: ભાવનગર પોલીસવાને રીક્ષાને ટક્કર મારતા એકનું મોત, તમામ પોલીસકર્મી ફરાર

બાપુનગરમાં ભાવનગરની પોલીસ જીપે કાબૂ ગુમાવ્યો હતો. BRTS બસ સ્ટેન્ડ પાસે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જીપમાં સવાર તમામ કર્મચારીઓ ઘટના સ્થળ પરથી ફરાર. પોલીસની જીપમાં દારૂની બોટલ પકડાઇ છે અને ડ્રાયવર પણ દારૂ પીધેલી હાલતમાં હતો. મહત્વનું છે, કે તમામ પોલીસ અધિકારીઓ અકસ્માત સર્જીને જીપ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. 
 

Jul 10, 2019, 09:23 PM IST

અમદાવાદ: બંગ્લોઝમાં ઝડપાયો 6 લાખનો વિદેશી દારૂ, ગ્રાહકને આપતા હોમ ડિલિવરી

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી બીજલ બંગ્લોઝ સોસયટી માંથી મબલખ દારૂનો જત્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જડપી પાડ્યો છે. આ સાથે જ બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. લગભગ 6 લાખ કરતા વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હાલ સ્ટેટ મોનીટરીંગની ટીમે કબજે લીધો છે.
 

Apr 15, 2019, 07:42 PM IST

મહિલાઓએ દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો, પોલીસ પણ આશ્ચર્યચકિત

વડોદરા શહેરમાં દારૂની ડિલીવરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓ કપડાની અંદર શરીર પર દારૂની બોટલો બાંધીને શહેરમાં દારૂને ઘુસાડવામાં આવતો હતો. વડોદરા પોલીસે 7 જેટવી મહિલાઓને આ રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપી લઇને વઘુ તપાસ હાથ ધરી છે.

Mar 27, 2019, 05:47 PM IST

બુટલેગરોએ વધુ પૈસા કમાવા બનાવ્યો નકલી વિદેશી દારૂ, આખી ફેક્ટરી ઝડપાઇ

સમગ્ર રાજ્યમાં દારૂ બંધી છે જેથી દારૂના બુટલેગરો શહેરમાં દારૂ પૂરું પાડવા અને નકલી દારૂ બનાવી વધુ પૈસા કમાવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે શહેરના છેવાડે આવેલા બાવળામાં 6 જેટલા ભેજાબાજોએ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી. જે બાવળા પોલીસે દરોડો પડી ઝડપી પાડી છે. આ સિવાય પોલીસે નકલી દારૂ અને દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે.

Jan 31, 2019, 11:59 PM IST

વાપી: દારૂની હેરાફરીની જોરદાર તરકીબ, જાણીને થઇ જશો હક્કા બક્કા

વાપી ટાઉન પોલીસે આશરે એમ્બ્યુલન્સમાંથી 40 હજારનો વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. 

Dec 24, 2018, 11:41 PM IST

ઘરના રસોડામાં બનાવ્યું હાઇડ્રાલિક સિસ્ટમ ધરાવતું ભોંયરું, પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો

બુટલેગર રામભાઇ પટેલે હાઇડ્રોલીક સિસ્ટમનો ઉપયોગ કરી ઘરના રસોડામાં ભોયરું બનાવી તેમાં દારૂ સંતાડ્યો હતો

Aug 17, 2018, 04:27 PM IST

ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની નવી મોડસ ઓપરેન્ડી, આ રીતે લવાતો હતો વિદેશી દારૂ

અરવલ્લીની શામળાજી પોલીસે ગુજરાતમાં બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. શામળાજી બોર્ડર પાસે રાજસ્થાનથી આવી રહેલા કન્ટેનરને રોકી તેમાં કપાસ કરતા પોલીસને બૂટ-ચપ્પલના બોક્સમાંથી વિદોશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે કુલ 4.80 લાખનો 100 પેટી બ્રાન્ડેડ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત રાજસ્થાનથી દારૂ લઇને આવી રહેલા હરિયાણાના બે શખ્સની અટકાયત કરી છે.

Apr 2, 2018, 10:34 AM IST