લ્યો! મહીસાગર પોલીસ જ ઊંઘતી ઝડપાઈ, વહેલી સવારે વિજિલન્સની ટીમે ઝડપ્યો લાખોનો દારૂ

ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલ ની રેડ થતા સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાઈ છે જોકે હાલ સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગર સેલના દરોડા પાડતાની સાથે ટાઉન પોલીસ સહિત પીઆઈ ધેનુબેન ઠાકર ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

લ્યો! મહીસાગર પોલીસ જ ઊંઘતી ઝડપાઈ, વહેલી સવારે વિજિલન્સની ટીમે ઝડપ્યો લાખોનો દારૂ

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: રાજસ્થાનની સરહદે આવેલ મહીસાગર જિલ્લામાં દારૂની ઘૂસણખોરી વારંવાર જોવા મળે છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વહેલી સવારથી જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જોકે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા લુણાવાડા તાલુકા વિસ્તારની બાતમીને આધારે તપાસ કરતા લુણાવાડાના વિરાણીયા ચોકડી પાસેથી એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો.

ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલ ની રેડ થતા સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાઈ છે જોકે હાલ સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગર સેલના દરોડા પાડતાની સાથે ટાઉન પોલીસ સહિત પીઆઈ ધેનુબેન ઠાકર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે વહેલી સવારે ગાંધીનગર સ્ટેટ સેલ દ્વારા વિરાણીયા ચોકડી પાસેથી એક કારમાંથી 20 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તેમાં 4 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે રોનકકુમાર રતનસિંહ બારીયા ઉંમર 23 ગામ રતનપુર ગોધરાની વધુ તપાસ કરતા તેના દ્વારા અન્ય ત્રણ ઈસમો જે દારૂની હેરાફેરી કરતા જેઓના નામ ખુલ્યા છે.

મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષમાં 20 થી 25 જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડ પાડવામાં આવતા મહીસાગર જિલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જોકે લુણાવાડા તાલુકામાં જ પાંચથી છ જેટલી જગ્યાએ સ્ટેટ સેલ દ્વારા દારૂ જૂગાર સહિત અનેક ગુનાહિત પ્રવુતિ પર દરોડા થયા હોવા છતાં સ્થાનિક પોલીસ પર કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news