આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર

Women Self-Reliance Scheme Palanpur: મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલના આધારે સ્વરોજગાર માટે બેંક લોન સહાય પૂરી પાડવામાં આવે છે.
 

 આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર

Women Self-Reliance Scheme Palanpur: ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેંક લોન સહાય આપવામાં આવે છે.

Add Zee News as a Preferred Source

આ લોન બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીનું કામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયોને આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કઈ મહિલાઓને મળ્યો લાભ?
રાજ્યમાં 18 થી 65 વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. કેટેગરી મુજબ સબસિડીના ધોરણો પ્રોજેક્ટ ખર્ચના લઘુત્તમ 30% અથવા મહત્તમ રૂ. 60,000 રૂપિયા જે પણ ઓછું હોય અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ અને વિધવા સ્ત્રીઓ અને 40% કરતા વધુ વિકલાંગ મહિલાઓ માટે 35% અથવા વધુમાં વધુ રૂ. 70,000 રૂપિયા જે પણ ઓછું હોય. આ પરિયોજનાનો ખર્ચના 40% અથવા વધુમાં વધુ રૂ. 80,000 બેમાંથી જે ઓછું હોય. જરૂરિયાત મુજબ સહાય આપવામાં આવે છે.

જો જિલ્લાની બહેનોએ આ યોજના હેઠળ લાભ મેળવવો હોય તો તેઓએ નિયત અરજીપત્રકની બે નકલ દસ્તાવેજો સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ઝોરાવર પેલેસ, જિલ્લા સેવા સદન-2, ત્રીજા માળ ખાતે મોકલવાની રહેશે. તેમ પાલનપુર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news