gir lions

રાજકોટમાં સોસાયટીઓની બહાર આંટા મારે છે સિંહો, રહેણાંક વિસ્તારમાં સિંહોએ સામ્રાજ્ય જમાવ્યું

દિવસે દિવસે સિંહો શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે અને શહેરની આસપાસમાં ધામા નાંખી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના રહેણાંક વિસ્તારની સોસાયટી સુધી સિંહો (lions) આવી પહોંચ્યા છે. જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ યોગીનગર સોસાયટી પાસે આવેલ તેઝાકાળા 3 ની નંદનવન સોસાયટી પાસે રાત્રિના 3 સિંહોએ ધામા નાંખ્યા હતા અને રાત્રિ દરમ્યાન 3 પશુનું મારણ કર્યું હતું.

Dec 26, 2021, 02:35 PM IST

ગીરમાં જોયો છે ક્યારેય આવો નજારો, ખેતરમાં એકસાથે 9 સિંહોનું ઝુંડ આવી ચઢ્યું

ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. ગીરમાં સિંહો (gir lions) ના ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે. આવામાં ઉનાથી એક સુંદર મજાનુ પિક્ચર સામે આવ્યુ છે. એકસાથે 9 સિંહ એક તસવીરમાં જોવા મળ્યા છે. 

Oct 30, 2021, 08:38 AM IST

સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો

ગુજરાતના ગીર જંગલમાં ક્યારેક ક્યારેક એવા અદભૂત દ્રશ્યો જોવા મળતા હોય છે કે આશ્ચર્યમાં મૂકાઈ જવાય. ગીરના રાજા સિંહો (gir lions) ની હરકત આશ્ચર્ય પમાડે તેવી હોય છે. તાજેતરમાં જ ગીર જંગલના સૌથી સુંદર સિંહની ચર્ચા ચારેકોર થઈ. પરંતુ હવે જંગલની ચોકીદાર સિંહણનો કિસ્સો સામે આવ્યો છે. ગીરની એક સિંહણનો અદભૂત ફોટો સામે આવ્યો છે, જેણે નવ અધિકારીઓનું પણ મન મોહી લીધું છે. 

Oct 22, 2021, 10:32 AM IST

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ, આજથી પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું

ગીરના સિંહો (gir lions) નું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશન (diwali vacation) માં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી છે. 

Oct 16, 2021, 08:06 AM IST

વાવાઝોડાથી ગીરના 18 સિંહો ગુમ થવા મુદ્દે વન વિભાગે આપ્યો આ ખુલાસો

 • તૌકતે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા અંગે વન વિભાગે સ્પષ્ટતા આપી 
 • વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવાઈ રહ્યાં છે

May 20, 2021, 08:19 AM IST

સરકારી દાવા પોકળ નીકળ્યા, બે વર્ષમાં ગીરમાં 313 સિંહોના થયા મોત

 • કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા 
 • કોંગ્રેસી ધારાસભ્યના આક્ષેપને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો

Mar 5, 2021, 01:48 PM IST

હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

 • રાજ્ય સરકારના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરાઈ
 • સિંહને જંગલમાં જ મારણ મળી રહે તેવું આયોજન
 • સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવી તેને જંગલમાં છોડવાની યોજના
 • વનપ્રેમીઓએ ગુજરાત સરકારના આ નિર્ણયને આવકાર્યો

Mar 5, 2021, 08:03 AM IST

શિકારીનો ચોંકાવનારો ખુલાસો, ગીરમાં સિંહ બાળની હત્યા કરીને તેના અંગો વેચ્યા હતા

 • ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહના શિકારના એક પછી એક ચોંકાવનારા ખુલાસા કર્યાં
 • અદાલતે તમામ 11 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જેમાં એક આરોપીએ ભૂતકાળમાં સિંહની હત્યા કર્યાનું કબૂલ્યું

Feb 13, 2021, 09:16 AM IST

એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટમાં સિંહો ફરતા દેખાશે, શહેરની હદ સુધી પહોંચ્યા સાવજ

 • એ દિવસો હવે દૂર નહિ હોય જ્યાં રાજકોટ શહેરમાં પણ સિંહો ફરતા દેખાશે
 • એક મહિનામાં સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કર્યાં

Jan 9, 2021, 11:15 AM IST

કૂવો અને ખીણ વચ્ચેની સ્થિતિમાં ઝોલા ખાઈ રહ્યાં છે રાજકોટના લોકો, સિંહ બાદ હવે દીપડાના આંટાફેરા

 • રાજકોટમાં એક તરફ સિંહની લટાર બીજી તરફ લોધિકા તાલુકામાં દીપડા દેખાયો
 • લોધિકા જીઆઈડીસીમાં કામ કરતા મજૂરોને નજરે દીપડો ચઢ્યો હતો

Jan 5, 2021, 11:49 AM IST

રાજકોટમાં આવી ચઢેલા સિંહો અને લોકો વચ્ચે સુરક્ષા દીવાલ બનીને ઉભી છે વન વિભાગની 3 મહિલા અધિકારી

 • ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશીના કામ અને સૂઝબૂઝની વાત જાણવા જેવી છે
 • આરએફઓ વિલાસબેન અંટાળા કોટડાસાંગાણીમાં સિંહના ગ્રુપને ટ્રેક કરી રહ્યાં છે
 • ભાયાસરમાં જે 3 સિંહ છે તેની જવાબદારી રાજકોટ દક્ષિણ આરએફઓ હંસાબેન મોકરિયા પાસે છે

Dec 24, 2020, 03:07 PM IST

તમારા ઘર પાસે સિંહ આવી ચઢે તો સૌથી પહેલા શું કરશો? આ રહ્યો જવાબ

છેલ્લા 25 દિવસથી વનરાજાએ રાજકોટમાં પોતાનો મુકામ કર્યો છે. વનરાજાના આગમનથી ખેડૂતોમાં રાજીપા સાથે ભયનો માહોલ છે. કોંગ્રેસે ફોરેસ્ટ અને વહીવટી વિભાગ દ્વારા સિંહની ડણકથી ભયભીત ખેડૂતો અને પશુપાલકોની  વ્હારે આવવાની માંગ કરી છે. તો બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ રીતે ખેડૂતોને જાગૃત કરવાની શરૂઆત કરાઈ છે.

Dec 22, 2020, 02:37 PM IST

રાજકોટના પાદરે 25 દિવસથી ફરી રહ્યાં છે સિંહો

 • ગઈકાલે પડવલાની સીમમાં સિંહ જોવા મળ્યા
 • સિંહની અવરજવર વધતા ખેડૂતોમાં ભયનો માહોલ 
 • વર્ષો પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ વસવાટ કરતા હતા

Dec 21, 2020, 09:54 AM IST

સોરઠના સિંહની ડણક કાઠિયાવાડમાં પણ સંભળાઇ, રાજકોટના પાદરે 20 દિવસથી સિંહના ડેરા

 • સિંહના આ વિસ્તારમાં ડેરા હોવાને કારણે ઘરતીપુત્રો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે
 • છ મહિના પહેલા કરાયેલી સિંહની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 674 સામે આવી હતી
 • ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે સિંહ નવા વિસ્તારની શોધમાં આવી રહ્યા છે

Dec 15, 2020, 01:20 PM IST

‘ભાગતા નહિ, શાંતિ રાખજો....’ કહીને સિંહના ટોળા નજીક પહોંચ્યા યુવકો, Video

સિંહની પજવણીના આવતા વીડિયોમાં હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, હવે પ્રાણીઓ શાંત બની રહ્યા છે અને માણસો દિવસેને દિવસે હિંસક થતા જઈ રહ્યાં છે. વીડિયો બનાવવાની લ્હાયમાં લોકો પોતાની મર્યાદા વટાવી રહ્યાં છે

Oct 7, 2020, 09:37 AM IST

રાજ્યસભામાં ઉઠ્યો ગીરના સિંહોનો મુદ્દો, શક્તિસિંહ ગોહિલે સિંહોના મોતનું મોટું કારણ આપ્યું

 • શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્યું કે, રેડિયો કોલરનું વજન 2.5 કિલો હોય છે. જેનો  ઉપયોગ સિંહો માટે કરવો ન જોઈએ.
 • રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં 92 એશિયાઈ સિંહોના મોત થયા

Sep 17, 2020, 01:08 PM IST

સિંહોના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી, ટીમે મહિલાને ગાડીમાં જ પ્રસૂતિ કરાવવી પડી

ઉનાના ગીરગઢડામાં આજે અજીબ બનાવ બન્યો હતો. ગીરગઢડામાં એક મહિલાની 108ની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાની જરૂર પડી હતી. ગીરગઢડામાં 108 ને કોલ આવતા તાલુકાના ભાખા ગામે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. પરંતુ પ્રસૂતાને હોસ્પિટલમાં લાવતા સમયે અચાનક સિંહોનું ટોળું રસ્તા વચ્ચે આવી ગયું હતું. જેથી એમ્બ્યુલન્સ સિંહોથી ઘેરાઈ ગઈ હતી. આવામાં પ્રસૂતાની પીડા વધી જતા ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં ડિલીવરી કરવાની ફરજ પડી હતી. જોકે,  બાળકી અને માતા બંને સલામત રહ્યાં હતા. 108 ને અડધો કલાક સિંહના ટોળાએ અટકાવતા રસ્તામાં જ ટીમે મહિલાને પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. 

May 21, 2020, 12:49 PM IST
Leopard and Lion seen together on Amreli's katar village market PT2M15S

અમરેલીની ગલીઓમાં સિંહોની સાથે હવે દીપડા પણ ફરવા લાગ્યા, અત્યંત ચોંકાવનારા CCTV

અમરેલીની ગલીઓમાં હવે સિંહો સાથે હવે દીપડાની લટાર જોવા મળી છે. રાજુલાના કાતર ગામની બજારમાં શિકાર પાછળ દોડતા સિંહો સાથે દીપડા પણ દેખાયા છે. થોડા દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો. ત્યારે સિંહોની સાથે દીપડાની લટાર CCTVમાં કેદ થઈ છે. પશુના શિકાર પાછળ દોડતા સિંહો સાથે દીપડાની લટર પ્રથમ ઘટના છે.

Feb 2, 2020, 11:40 AM IST
lion and leopard update of gujarat PT17M31S

સમાચાર ગુજરાત : અમરેલીના બે ગામમાં શિકારની શોધમાં દેખાયા બે સિંહો, દીપડાનો પણ આતંક...

અમરેલીના રાજુલા સાવરકુંડલા રોડ પર બપોરના સમયે સિંહ આવી ચડ્યો હતો. જાબાળથી આંબરડી વચ્ચે લીંબાળાના નાળા પાસે સિંહે બપોરના સમયે રોડ ક્રોસ કર્યો. આંબરડી ગામની સિમમાંથી સિંહ આવી રોડ ક્રોસ કર્યો

Jan 10, 2020, 06:10 PM IST

Video : શારીરિક સંબંધ બાંધવા સિંહ સિંહણની એકદમ નજીક આવ્યો, પહેલા પંજો માર્યો અને પછી...

એશિયાનું સૌથી ફેમસ ગીર જંગલ (Gir forest) માંથી સિંહોના અનેક વીડિયો (Lion video) સામે આવતા રહે છે. લોકોને સિંહોની દરેક ગતિવિધીમાં એટલો રસ હોય છે કે, આ વીડિયો વાયરલ (Viral Video) થતા પણ વાર લાગતી નથી. ત્યારે આવામાં સિંહ અને સિંહણની લડાઈનો રોમાંચક લડાઈનો વીડિયો સામે આવ્યો છે. આમ, તો આ પહેલા પણ સિંહ-સિંહણની લડાઈના વીડિયો આવ્યા છે, પરંતુ મેટિંગ (શારીરિક સંબંધ) માટે સિંહણની પાછળ પડેલા સિંહનો છે. ગીરના જંગલમાં સફારી (Lion safari) ના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે પહોંચેલા મુસાફરોને આ અદભૂત લડાઈ જોવાની તક મળી હતી. સિંહ અને સિંહણ વચ્ચેની આ લડાઈ કંઈક ખાસ હતી.

Jan 9, 2020, 02:23 PM IST