Gujarat fights covid 19 2 News

અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહે
અમદાવાદમાં કોરોનાના કેસમાં રોજેરોજ બ્લાસ્ટ થતા રહે છે. ત્યારે વસ્ત્રાપુર સ્થિત ગ્વાલિયા સ્વીટ માર્ટ (gwalia sweets) કોરોનાને પગલે બંધ કરવામાં આવ્યું. ગ્વાલિયા સ્વીટ સ્ટોરના એક કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગ્વાલિયા સ્વીટમાર્ટ બંધ કરવામાં આવ્યું છે. હાલ ઓગસ્ટ મહિનો હોઈ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે. ત્યારે હાલમાં જ રક્ષાબંધન અને સાતમ-આઠમનો તહેવાર હતો. જેને પગલે દુકાન પર અનેક લોકો મીઠાઈ ખરીદવા આવ્યા હતા. જેને પગલે એક કર્મચારી કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવ્યો છે. હાલ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. તો સાથે જ ગ્વાલિયા સ્વીટને ક્વોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે.
Aug 13,2020, 16:25 PM IST
ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર
કોરોનાને દર્દી માટે અતિ મહત્વના એવા ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીનો મામલો ગરમાયો છે. રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચ્યુ તેનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટનું નામ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. હોસ્પિટલમાં કામ કરતા ઘનશ્યામ વ્યાસ પર હોસ્પિટલના પ્રિસ્ક્રીપ્શનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. 40 હજારનું ઈન્જેક્શન 57 હજારમાં વેચવાના કૌભાડમાં સિવિલ કેમ્પસમાં આવેલા ટીબી હોસ્પિટલના સ્ટોરમાં ફાર્મસિસ્ટ તરીકે કાર્યરત ઘનશ્યામ વ્યાસની સંડોવણી બહાર આવી છે. ગઈકાલ સુધી સમયસર ટીબી વિભાગમાં પોતાની ઓફિસે આવતા ઘનશ્યામ વ્યાસ આજે ગેરહાજર જોવા મળ્યા. 
Jul 9,2020, 13:12 PM IST
સિસલ્સમાં મૃત્યુ પામેલ કચ્છના યુવાનને કુટુંબની કાંધ કે દફનની માટી પણ નસીબ ન થઈ
અણધારી આફત સમાન કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા પછી તેમના પરિવારોમાં ભારે આફત ઊભી કરી છે. એટલું જ નહિ, આ કાળમુખાની આડઅસર પણ કેટલી દર્દનાક છે તેનો કિસ્સો ભુજ તાલુકાનાં સામત્રા ગામના ગરીબ પરિવાર સામે આવ્યો છે. ગામમાં ખેતમજૂરી કરી પેટિયું રળતા મહેશ્વરી અરજણભાઇ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી (ઉ.વ.32) ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સમાં ગયો હતો. ટાઇલ્સ ફિટિંગનો માસ્ટર ગણાતો આ યુવાન સારા પગાર સાથે કામે પણ લાગ્યો હતો. પરિવારને સુખી જોવા માગતો એ યુવાન ઊંચા અરમાનો સાથે રાત-દિવસ તાપ-તડકો જોયા વગર ધંધામાં વ્યસ્ત રહેતો. પરંતુ કુદરતને કંઇક જુદું જ વિચાર્યું હોય તેમ ગત 9 જૂનના તેનું મોત નિપજ્યું છે. 
Jun 16,2020, 14:20 PM IST
અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો
Jun 11,2020, 10:45 AM IST
‘કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી, તેથી ગાઈડલાઈનનુ ફરજિયાત પ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો પણ ગૃહમંત્રી અમિત શાહે ફાળવી આપી છે. આ વાવાઝોડું લગભગ પાંચથી છ કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદથી અસર કરશે.
Jun 3,2020, 13:12 PM IST
અનલોક-1 માટે નાયબ મુખ્યમંત્રી બોલ્યા, આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે
આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અનલોક 1 (Unlock 1) અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે. 
May 31,2020, 22:58 PM IST

Trending news