Pics: ચોમાસામાં પાવાગઢની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, ચોતરફથી વાદળોમાં લપેટાયો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વાતાવરણમાં ઠંકડ થતા અને વાદળછાયુ વાવાવરણ થતા અનેક જિલ્લાઓ ખુશ્નુમા બન્યા છે. પરંતુ પહાડી વિસ્તારોની સુંદરતા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. આજે લોકડાઉન બાદ પહેલીવાર શક્તિપીઠ પાવાગઢ દર્શનાર્થીઓ માટે આખરે ખુલ્લા મૂકાયા છે. ત્યારે પાવાગઢના દર્શન કરતા પહાડીઓનો સુંદર નજારો જોવા મળ્યો હતો. 

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વાતાવરણમાં ઠંકડ થતા અને વાદળછાયુ વાવાવરણ થતા અનેક જિલ્લાઓ ખુશ્નુમા બન્યા છે. પરંતુ પહાડી વિસ્તારોની સુંદરતા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. આજે લોકડાઉન બાદ પહેલીવાર શક્તિપીઠ પાવાગઢ દર્શનાર્થીઓ માટે આખરે ખુલ્લા મૂકાયા છે. ત્યારે પાવાગઢના દર્શન કરતા પહાડીઓનો સુંદર નજારો જોવા મળ્યો હતો. 

1/3
image

પાવાગઢ પહાડ જાણે વાદળોથી લપેટાઈ ગયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કોઈ તસવીરકારે અદભૂત ચિત્ર બનાવ્યું હોય તેવુ આહલાદક વાતાવરણ અહી જોવા મળ્યું. ચારેતરફ મનને શાંત કરે તેવો ઠંડો પવન અને સુવાસ... વહેલી સવારે પહાડોએ પાવાગઢને એક વર્ષ બાદ આગોશમાં લીધો હોય તેવુ દ્રશ્ય રચાયું હતું.    

2/3
image

વરસાદી વાતાવરણ વચ્ચે પાવાગઢ ડુંગરનો આજે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ચોતરફ વાદળોથી પાવાગઢ પર્વત ઢંકાયેલો છે, અને પાવાગઢ પર્વતમાંથી નિજ મંદિર સુધી ઝીરો વિઝીબિલિટી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યાં છે. ઝરમર વરસાદી વાતાવરણ અને સુંદર દ્રશ્યો આંખોને ચકિત કરી દે તેવા છે. 

3/3
image

પાવાગઢ મંદિરની સાથે સાથે તેની નજીક આવેલ હેરિટેજ સાઇટ્સ પણ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાઈ છે. લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ માસ ઉપરાંતના સમયથી આ હેરિટેજ સાઈટ્સ બંધ કરાઈ હતી. તમામ સાઇટ્સ જુમ્મા મસ્જિદ, સાત કમાન, શહેર કી મસ્જિદ સહિતના મોન્યુમેન્ટ્સ ખોલી દેવાયા છે. કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરી તમામ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકાશે. આર્કિયોલોજી વિભાગ દ્વારા પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરવા, સેનેટાઈઝ કરવા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.