How many marks she got News

કૌભાંડથી ઉર્જા વિભાગમાં પહોંચેલી યુવતીને પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા તેની જ માહિતી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધારે વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે. તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારો હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું કે, તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા માટે અપીલ કરી હતી. 
Jan 10,2022, 21:56 PM IST

Trending news