Live News

Corona LIVE: રાજ્યમાં 30 કેસ પોઝીટીવ, પાંચ જિલ્લાઓનું આવન જાવન સંપુર્ણ બંધ
ભારતમાં હાલ કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં કોરોના માથુ ઉચકી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 30 પોઝિટીવ કેસ આવી ચુક્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 13 ઉપરાંત વડોદરામાં છ, સુરતમાં ચાર, ગાંધીનગરમાં 4 અને રાજકોટમાં 1-1 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત પણ સુરતમાં થઇ ચુક્યું છે. જેના કારણે સમગ્ર ગુજરાતનું તંત્ર દોડતું થયું છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા પાંચ મહાનગરો અને કચ્છ સહિતના વિસ્તારોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં ન તો કોઇ બહાર આવી શકે છે ન તો બહારનું અંદર જઇ શકે છે. પોલીસ દ્વારા આ આ પાંચે જિલ્લાઓને લોકડાઉન કરી દીધા છે. આ ઉપરાંત રાજ્યની તમામ રાજ્યો સાથેની સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. કોઇ પણ રાજ્યમાં આવી કે જઇ શકતું નથી.
Mar 23,2020, 18:58 PM IST

Trending news