કર્મભૂમિ વડોદરામાં ગાળેલા યુવા કાળને યાદ કરતા PM મોદીએ કહ્યું, આ શહેરે મને સાચવ્યો, મારું લાલનપાલન કર્યું

PM Modi In Vadodara : પાવાગઢથી પ્રધાનમંત્રી મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે 21 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, સાથે જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનો પ્રારંભ કરાવ્યો

કર્મભૂમિ વડોદરામાં ગાળેલા યુવા કાળને યાદ કરતા PM મોદીએ કહ્યું, આ શહેરે મને સાચવ્યો, મારું લાલનપાલન કર્યું

વડોદરા :પાવાગઢ મંદિરમાં માતા મહાકાળીના મંદિરમાં ધજા ફરકાવ્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા. તેમણે રિમોટથી બટન દબાવીને 21 હજાર કરોડના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપી હતી. તો પીએમ મોદીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનો સ્ટેજ પરથી પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીની સભાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ઉપર સવારથી લોકોનો જમાવડો જોવા મળ્યો છે, જ્યાં જનસભાનું આયોજન કરાયુ છે. પ્રધાનમંત્રી આગમનને લઇને વડોદરાના લોકોમાં અનેરો ઉત્સાહ છે. કારણ કે, તેમના લાડીલા પ્રધાનમંત્રી ચાર વર્ષ બાદ વડોદરા આવ્યા છે. પીએમ મોદીના સ્ટેજ પરથી સંબોધન માટે ઉભા થતા જ સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. 

પીએમ મોદીનુ સંબોધન

  • હવે વડોદરામાં તમારા ઘરે એક દિવસ મહેમાનને ક્યાંક લઈ જવા હોય તો નવા બનેલા પાવાગઢમાં લઈ જાઓ. ત્રણ-ચાર દિવસ લઈ જવુ હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ. વડોદરાની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે. વડોદરાને સ્માર્ટ બનાવવા 1000 કરોડ રૂપિયા અને 25 પ્રોજેક્ટ સ્વીકૃત કરાયા છે. ગઈકાલે હિમાચલમાં દેશભરના મુખ્ય સચિવો સાથે મુલાકાત કરી હતી. તેમાં વડોદરાએ જે 100 કરોડના બોન્ડ આપ્યા તેની ચર્ચા થઈ હતી. આ માટે હુ વડોદરાને અભિનંદન આપુ છું. વડોદરાને સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને રેલવે યુનિ પણ મળી છે. વડોદરા દેશનું સૌથી જૂનું કોસ્મોપોલિટીન શહેર છે. વડોદરાના ગરબા હોય ત્યારે આખો દેશ જુએ. દેશના દરેક ખૂણાના લોકો અહી રહે છે, ભણે છે. વડોદરા સર્વિસ સેક્ટરનું એક હબ પણ બન્યું છે. અહીં બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો દુનિયામાં જઈ રહી છે. આદિવાસી બહેનો અને બાળકોની સમસ્યા મેં નજીકથી જોઈ હતી. સિકલસેલથી આદિવાસી બહેનો પીડાતી હતી. આ સમસ્યા અમારી સરકાર પહેલા પણ હતો. પણ તેમના પેટનુ પાણી ન હલ્યુ, અને અમે આ બીડુ ઉપાડ્યું. ગુજરાતે પોષણ પર હંમેશા ધ્યાન આપ્યુ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન. પોષણ સુધા યોજનાનો વિસ્તાર તમામ આદિવાસી જિલ્લા તાલુકામાં વધારી છે. આ દીકરાને કારણે ગુજરાતની બહેનો 3000 કરોડની સંપતિની માલિક બની છે.  

  • સવા કરોડથી વધુ બહેનો અને સવાસો કરોડથી માતા બહેનોની સેવા થશે. આ સેવા પરમોધરમની વાત છે. માતૃત્વના પહેલા 1000 દિવસ બાળકના જીવનને પણ નક્કી કરે છે. કુપોષણ અને અનીમિયાનુ સંકટ વધુ હોય છે. બે દાયકા પહેલા ગુજરાતે મને સેવાની તક આપી, ત્યારે કુપોષણ મોટી ચેલેન્જ હતી. ત્યારથી અમે એક બાદ એક દિશામાં કામ કરવાનુ શરૂ કર્યું. જેના પરિણામ આજે જોવા મળે છે. આજે માતૃશક્તિ યોજનાનો શુભારંભ થયો છે. બહુ સમજી વિચારીને બહેનો માટે પેકેજ બનાવાયુ છે. 

  • વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે. કારણ કે આ સંસ્કારની નગરી છે. આ શહેર આવનારા તમામ લોકોને સંભાળે છે, અને સુખદુખમાં સાથ આપ્યો છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો અને મારુ લાલનપાલન કર્યુ હતું. આ નગર પ્રેરણાનું નગર છે. જેમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે, બાબા સાહેબ આંબેડકર જેવા લોકોને પ્રેરિત કર્યાં છે. બેલૂર મઠના અધ્યક્ષ અને મારી કિશોર અવસ્થામાં મારા જીવનને ઘડપણની ભૂમિકા ભજવી તેવા સ્વામી આત્માનંદની ઉપસ્થિતિમાં મને વડોદરામાં દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવાનો મોંકો મળ્યો હતો. વડોદરા આવો તો જૂનુ યાદ આવે, આ શહેરે મને બાળકની જેમ સાચવ્યો, પોતાપણાનો ભાવ આપ્યો. વિકાસયાત્રામાં વડોદરાનું યોગદાન હુ નહિ ભૂલું. 

  • PM મોદી વડોદરાથી Live : આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે, મહાકાળીના આશીર્વાદથી નવી તાકાત મળી

    • તેમણે ખર્ચીકરનો ખાંચો, શાસ્ત્રી પોળ, રાવપુરા, આરાધના સિનેમા પાછળુ પંચમુખી હનુમાન, ગાંધીનગર ગૃહને યાદ કર્યાં. તેમણે કહ્યુ કે, હુ અહીથી બધે જતો. ગણ્યા ગણાય નહિ... અનેક જૂના સાથીઓની યાદી અહી આવીને તાજી થઈ જાય. વડોદરાની યાદ આવે લીલો ચેવડો અને ભાખરવડી કેમ ભૂલાય. આજે પણ મને કોઈ મળે તો લીલો ચેવડો અને ભાખરવડી યાદ કરે.  

  • ગત 8 વર્ષથી અમારી સરકાર નારી સામ્યર્થને ધુરી બનાવવા પ્રયાસ કરે છે, આજે ગુજરાતમાં મહાકાળીના આશીર્વાદથી નવી તાકાત મળી છે. 21 મી સદીમાં ભારતના વિકાસ માટે મહિલાઓનુ સશક્તિકરણ અને વિકાસ જરૂરી છે. આજે ભારત મહિલાઓ માટે યોજનાઓ લાવી રહ્યું છે. સેનાથી ખાણ સુધી સરકારે મહિલાઓને કામ કરવાના રસ્તા ખોલી દીધા છે. 
  • આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. આજે સવારે જન્મદાત્રી માતાના આર્શીવાદ લીધા, તેના બાદ જગતજનની મહાકાળીના આશીર્વાદ લીધા. અને હવે સભામાં માતૃશક્તિના વિરાટ રૂપનુ દર્શન કર્યુ. આજે મને પાવાગઢમાં મહાકાળીના ભક્તો માટે અનેક આધુનિક સુવિધાઓ અર્પત કરવાનો અવસર મળ્યો. મેં દેશવાસીઓના સુખ, શાંત, સમૃદ્ધિની કામના કરી. મને ખુશી છે કે, સંસ્કાર નગરી વડોદરાથી આજે 21000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. જે ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે. આજે લાખોની સંખ્યામાં માતા-બહેનો મને આશીર્વાદ આપવા આવી. આજે જીપમાં સવાર થઈને અહી સુધી આવ્યો તો મહિલા શક્તિના દર્શન થયા. આજે મને એવી માતાઓ મળી જેમના હાથે મેં ક્યારેક રોટલી ખાધી હતી. 
     
  • ખુલ્લી જીપમાં સવાર થઈને આવ્યા પીએમ
    પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને સભા સ્થળે એન્ટ્રી કરી હતી. જીપમાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હતા. જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી સમગ્ર સભા સ્થળના રસ્તે ફર્યા હતા. આ સમયે ઓડિયન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીની સભા હોઈ આખુ લેપ્રસી મેદાન ખીચોખીચ ભરાઈ ગયુ છે. 

    શિક્ષકે પીએમનું પેઈન્ટિંગ બનાવ્યું, હીરાબાને ચાંદલો કરતા બતાવ્યા
    પીએમ મોદીની સભાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પીએમ મોદીની સભામાં એક સ્કૂલ શિક્ષક પોતાના હાથે તૈયાર કરેલ પીએમ મોદીનુ ચિત્ર લઈને આવ્યા હતા. શિક્ષક ઇન્દ્રવદનભાઈ સુરાનીએ પોતે મોદી માટે પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. પેઇન્ટિંગમાં હીરા બા પીએમના માથે ચાંદલો કરી આશીર્વાદ આપતાં હોય તેવું બતાવ્યું છે. તો પેઇન્ટિંગમાં સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીની પણ તસવીર મૂકી છે. તો પેઈન્ટિંગમાં બુલેટ ટ્રેન પણ દર્શાવી છે. પીએમ મોદી પર રંગોનો વરસાદ થતો હોય એવું પણ બતાવ્યું છે. 

    વિદેશી વિદ્યાર્થીઓ પણ આવ્યા

    PMની સભામાં 42 દેશના 120 વિદ્યાર્થીઓ ભાગ લેવા પહોંચ્યા છે. તમામ વિદેશી વિદ્યાર્થી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મહત્વનું છે કે, લેપ્રેસી મેદાનમાં પ્રધાનમંત્રી સભા સંબોધન કરશે. આ સભામાં હાજરી આપવા માટે 120 વિદેશી વિદ્યાર્થીઓ પહોંચ્યા છે.

    પીએમના ડુપ્લીકેટ સાથે લોકોએ સેલ્ફી લીધી
    પ્રધાનમંત્રી આગમન પહેલા જ પ્રધાનમંત્રીના ડુપ્લીકેટ લોકોમાં છવાયા છે. લોકોએ તેમને પ્રધાનમંત્રી સમજીને તેમની સાથે સેલ્ફી પડાવી હતી. વડોદરાના જિતેન્દ્ર વ્યાસ આબેહૂબ પ્રધાનમંત્રી જેવા જ દેખાય છે. લોકોએ પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લેવાની ઈચ્છા જીતેન્દ્ર વ્યાસ સાથે સેલ્ફી પડાવીને પૂરી કરી હતી. 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news