Lungs News

ફેફસામાં હતું 60 ટકાથી વધારેનું ઇન્ફેક્શન,ડાયાબિટીસની સમસ્યા, 60 વર્ષની ઉંમર તેમ છતા
કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના તબીબો, સ્ટાફમિત્રોએ રાખી. મંજૂશ્રી કોવિડ હોસ્પિટલના તબીબોની ગમે તે ભોગે જીવ બચાવવાની કટિબધ્ધતાએ હકારાત્ક પરિણામ અપાવ્યું. ૭ એપ્રિલથી કાર્યરત કરાયેલ મંજૂશ્રી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમા ૫૦૦થી વઘુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. મને શ્વાસ લેવામાં તફલીક સહિતના લક્ષણો જણાતા તુરંત જ RT-PCR ટેસ્ટ કરાવ્યો પણ આ ટેસ્ટમાં કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ડોક્ટરની સલાહ લઇને સીટી સ્કેન કરાવ્યો ત્યારે ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેશન જોવા મળ્યું હતું. ફેમિલી ડોક્ટર્સે મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવાનું કહ્યું. ૧૦ એપ્રિલના રોજ હું અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યાંથી મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલની સંલગ્ન મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી.
Apr 20,2021, 19:25 PM IST

Trending news