જાગૃતિ માટે અનોખો પ્રયાસ! ગુજરાતના પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત

પશુ પાલન વિભાગ દ્વારા જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લમ્પી વાયરસના શું છે લક્ષણો કેવા છે અને તેની દવા, પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત

જાગૃતિ માટે અનોખો પ્રયાસ! ગુજરાતના પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત

સંદીપ વસાવા/માંગરોળ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લંપી વાયરસનો કહેર યથાવત છે. લંપી વાયરસને પશુપાલકોમાં જાગૃતા આવે તે માટે સુરત જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા ગામડે ગામડે રિક્ષા ફેરવવામાં આવી છે અને કઈ રીતે પશુઓને લંપી વાયરસથી બચાવી શકાય તેના માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. 

માંગરોળ તાલુકાના વેરાકૂઈ, પાતળદેવી, આંબાવાડી સહિતના ગામોમાં છેલ્લા 15 દિવસથી લંપી વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. લંપી વાયરસનાં કારણે પશુઓની ચામડી પર ફુલ્લી થઈ જાય છે અને પશુ ખોરાક લેવાનું બંધ કરી દે છે. થોડો સમય વીત્યા બાદ પશુ મોતને ભેટે છે. ત્યારે હાલ માંગરોળ તાલુકામાં ટપોટપ મોત થઈ રહ્યા છે. પશુ પશુપાલકોના જણાવ્યા મુજબ 20 જેટલા પશુઓ આ લંપી વાયરસનાં કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જેને લઇને પશુપાલકોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. 

વધી રહેલા લંપી વાયરસ ના કહેરને લઈને હવે સુરત જિલ્લા પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું છે.અને 6 ટીમો ને કામે લગાડી દીધી છે.તેમજ હાલ લંપી વાયરસ થી પશુપાલકો કંઈ રીતે પોતાના પશુઓને બચાવી શકે તે માટે માહિતી આપવામાં આવી રહી છે. 

હાલ પશુપાલન વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ગામડાઓમાં જન જાગૃતિ માગે રિક્ષાઓ ફેરવવામાં આવી રહી છે.અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તેમજ અત્યાર સુધીમાં માંગરોળ તાલુકાના 92 ગામડાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી 20 હજાર પશુઓને રસીકરણ કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે.ત્યારે હાલ પશુપાલન વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરાતા હવે નવા કેસ ઓછા સામે આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news