mukesh patel

VALSADમાં સેંકડો લોકોની હાજરીમાં ગાયકે યુવતીને પાછળથી આવીને બાહોમાં ભરી લીધી અને પછી જાહેરમાં...

શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સ્ટેજ પર ગાઇ રહેલી એક ખ્યાતનામ ગાયીકાને મુકેશ પટેલ નામના ગાયકે સ્ટેજ પર જ બાહોમાં ભરી લીધી હતી. વલસાડમાં મુકેશ પટેલની ગણના પણ સારા એવા ગાયકો વચ્ચે થાય છે. એક ગાયક યુવતી દ્વારા છેડતીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના પગલે ગાયીકાના ફેન્સ અને મિત્રો દ્વારા ગાયક મુકેશ પટેલને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. 

Nov 9, 2021, 10:50 PM IST

ગુજરાતની નવી કેબિનેટમાં સુરતનો દબદબો, એક કેબિનેટ અને ત્રણ લોકોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા

ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની નવી સરકારની રચના કરી લીધી છે. નવી સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ વધી ગયું છે. આમ આદમી પાર્ટી અને પાટીદારોને ધ્યાનમાં રાખતા સુરતમાંથી ચાર લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. 

Sep 16, 2021, 05:08 PM IST

MLA મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ખરીદી પોતાના મતવિસ્તારમાં લોકકલ્યાણ અર્થે આપી

ધારાસભ્ય મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી દર્દીઓની સગવડ માટે અને કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે દેલાડની જીવનરક્ષા હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. સાંસદ સી.આર. પાટીલના હસ્તે દર્દીઓની સેવામાં હોસ્પિટલના ટ્રસ્ટીઓને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. 

Apr 29, 2021, 11:57 PM IST

રમણ પટેલની પુત્રવધૂને પિતા મુકેશ પટેલે મારી નાખવાની ધમકી આપી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

શહેરના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફિઝુએ તેના પિતા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રોટેક્શન હેઠલ રહેલી ફિઝુને ઘરે કે રૂબરૂ ધમકી ન આપી શકતા તેના પિતા મુકેશ પટેલને પોતાની જ દીકરીને ટેસ્ટ મેસેજ કરી મારી નાખવાની ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે. જજીસ બંગલોઝ રોડ પર દીપ ટાવરમાં રહેતી પોપ્યુલર બિલ્ડર એવા રમણ પટેલની પુત્રવધુ ફિઝુ પટેલ 1 ઓક્ટોબર 2020ના રોજ ફિઝુની પુત્રી આર્યાના  જન્મદિવસની પાર્ટી બાદ પતિ, સસરા અને સાસુ ફિઝુની માતાને મહેણા ટોણા મારવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ફિઝુના પિતા મુકેશ પટેલે આ બંન્ને માં-દિકરીને મારો તેમ કહી ઉશ્કેરણી કરતા સાસુ, પતિ અને સસરાએ જેમ ફાવે તેમ બોલી ઝગડો અને તકરાર કરી હતી. ફિઝુને નાક પર ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. 

Jan 21, 2021, 11:51 PM IST
Mobile snaching of BJP MLA at Surat PT1M40S

સુરતના ધારાસભ્ય મુકેશ પટેલબન્યા મોબાઇલ તફડંચીનો શિકાર

ગુજરાતમાં ચોરોનો આતંક વધી રહ્યો છે. રોજેરોજ મહિલાઓના અછોડા તોડાયાના કિસ્સાઓ તથા અન્ય ચોરીઓના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના મોબાઈલ ચોરવાની ઘટના બની હતી. જોકે, લોકોએ ચોરને પકડી પાડ્યો હતો.

Apr 15, 2019, 10:55 AM IST

‘અમારા ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે’

 ચૂંટણી સમયે પોતાના મત વિસ્તારોમાં લોકોને પાસે મતની આપવાની આજીજી કરતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ ભાગ્યે જ દેખાતા હોય, ત્યારે પોતાના ચૂંટાયેલા નેતા કેવી રીતે લોકોને મળે અને તેમના પ્રશ્ર્નોનું નિરાકણ લાવે તે સૌથી મોટો સવાલ હોય છે. ત્યારે લોકો અનેક વખત પોતાના નેતા ખોલાયેલા છે અથવા તો ગુમ થયા છે તેવા બેનરો કે પોસ્ટરો લગાવતા હોય છે, ત્યારે આવું જ સુરતમાં બન્યું છે. જ્યાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા છે, તેવા બેનર મોટા વરાછા વિસ્તારમાં લગાવામાં આવ્યા છે. 

Feb 10, 2019, 01:43 PM IST