મોરારી બાપુ વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સરકારે ભુપેન્દ્રસિંહને ઉતાર્યા, સાંજે પહોંચશે મહુવા

દેવભુમિ દ્વારકા ખાતે  (Devbhoomi Dwarka) ખાતે રામકથાકાર મોરારી બાપુ (Morari Bapu) પર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુ ભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શુક્રવારે મોરારી બાપુના ગામ તલગાઝરડાએ સંપુર્ણ બંધ પાળ્યો હતો. તો આજે મહુવા (Mahuva) અને વીરપુર (Virpur Jalaram Mandir) દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. 
મોરારી બાપુ વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સરકારે ભુપેન્દ્રસિંહને ઉતાર્યા, સાંજે પહોંચશે મહુવા

અમદાવાદ : દેવભુમિ દ્વારકા ખાતે  (Devbhoomi Dwarka) ખાતે રામકથાકાર મોરારી બાપુ (Morari Bapu) પર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુ ભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શુક્રવારે મોરારી બાપુના ગામ તલગાઝરડાએ સંપુર્ણ બંધ પાળ્યો હતો. તો આજે મહુવા (Mahuva) અને વીરપુર (Virpur Jalaram Mandir) દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. 

હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ સરકાર પણ મેદાને ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને મધ્યસ્થી કરવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાંજે મોરારી બાપુ સાથે મુલાકાત કરશે. પબુ ભા તથા મોરારી બાપુનો વિવાદ મધ્યસ્થી દ્વારા ઉકેલશે. ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની સાથે પબુ ભા પણ મહુવા જાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હુમલાને મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વખોડી ચુક્યા છે. 

સુરતમાં બાપુના સમર્થનમાં રેલી/નિર્મોહી અખાડાએ પણ આપ્યું બાપુને સમર્થન
બીજી તરફ સુરતમાં પણ સાધુ સમાજ દ્વારા બાપુના સમર્થનમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પબુ ભાની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત નિર્મોહી અખાડા દ્વારા પણ મોરારી બાપુને સમર્થન કરવામાં આવ્યું છે. પબુ ભા વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી છે. 

ભાવનગર એસપીએ ચિત્રકુટની મુલાકાતે પહોંચ્યા
મોરારી બાપુનાં મહુવાની માલણનદીનાં કિનારે આવેલ ચિત્રકુટ આશ્રમ ખાતે ભાવનગર એસપી જયપાલ રાઠોડ પહોંચ્યા હતા. સાંજે ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવી રહ્યા હોવાનાં કારણે આશ્રમની બહાર ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news