panchamahal

હમ નહી સુધરેગેં: વરઘોડામાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) ના ધજાગરા ઉડાડતા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થતાં જ કાંકણપુર પોલીસે (Police) વરરાજાના માતા પિતા, ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

May 24, 2021, 12:31 PM IST

દાહોદ: દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં નોંધાયો અનોખો કિસ્સો, વિશ્વમાં સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલાની ડિલીવરી કરાઇ

વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી ૧૦૮ સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત ૧૨૦ સેન્ટીમિટર હતી એટલે કે ૩ ફૂટ ૯ ઇંચ.

May 13, 2021, 01:40 PM IST

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કર્મચારીઓ થયા કોરોનાગ્રસ્ત, આટલા દિવસ માટે રહેશે બંધ

લોકડાઉન (Lock Down) દરમિયાન લાંબા સમય ગાળા સુધી બંધ રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખુલતા જ અહીં રોજિંદા કસરત અને રમત માટે આવતા ૨૦૦ થી વધુ નોંધાયેલા સભ્યોમાં ખુશી વ્યાપી હતી. ત્યાં

Apr 8, 2021, 11:55 AM IST

પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી

જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગ માં રંગાયેલ જોવા મળે છે કેમ કે હાલ પંચમહાલ ના જંગલો માં કેશુડો શોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક માં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરા ના વૃક્ષ પર જાણે સુંદરતા નો અતિરેક કરી નાખતી હોય એમ ખાખરા ના વૃક્ષ પર જે કેસૂડાં ના ફૂલ આવે છે એ ફૂલ થી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. પંચમહાલ સહીત આસપાસ ના વિસ્તારો માં હોળી પહેલા ઉગી નીકળતા કેશુડા  ના ફૂલ  માત્ર ફૂલ અને તેના રૂપ થી મનગમતો હોય એવું નથી કેશુડો તેના ઘણા બધા ગુણો થી પણ મનગમતો છે. પ્રથમ તો આ કેશુડો હોળી ના તહેવાર માં ધુળેટી રમવા માટે ના કુદરતી રંગ આપનાર ફૂલ છે, કેશુડા ના ફૂલ ને મસળી ને એમાંથી નીકળતા રંગ ની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજાર માં મળતા સિન્થેટિક કલર જે શરીર ને નુકશાન કારક હોય છે તેના કરતા કેશુડો રંગ માં શરીર ને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેશુડા માં આવેલ આયુર્વેદિક ગુણ તેના ઉપયોગ માં લેવા થી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે કેસૂડાં ના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેશુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્ર થી ઠંડક મળે છે અને આમેય પંચમહાલ ના લોકો તો વર્ષો થી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડી નો કોઈ રોગ હોય તો કેશુડા નો ઉપયોગ કરે જ છે 

Mar 8, 2020, 11:49 PM IST
BOB Bank Employees Worse Behavior With Locals In Panchamahal PT1M3S

પંચમહાલની BOB બેંક કર્મચારીઓનું સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન, વીડિયો થયો વાયરલ

પંચમહાલની ઘોઘંબાની બેન્ક ઓફ બરોડાનો વિડિઓ વાયરલ થયો છે. બેન્ક કર્મચારીઓનું સ્થાનિકોં સાથે તોછળૂ વર્તન વીડિયોમાં કેદ થયુ હતું. સ્થાનિક લોકોંને યોગ્ય પ્રત્યુત્તર ન મળતો હોવાંની લાંબા સમયથી ફરીયાદ કરાઈ હતી. બેન્ક કર્મીઓ અભણ ગ્રાહકોને ધક્કા ખવડાવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારની બેંકોમાં પર પ્રાંતીય ઈસમો હોય ભાષાની સમસ્યા પડે છે.

Jan 23, 2020, 07:30 PM IST
Resignation Of Congress President Of Morawadhah Taluka Of Panchamahal PT6M53S

પંચમહાલના મોરવાહડફ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

પંચમહાલના મોરવા હડફ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ રાજીનામું આપ્યું. મોરવા હડફ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પરથી વી કે ખાંટએ રાજીનામું આપ્યું. છેલ્લા 15 વર્ષ ઉપરાંતના સમયથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પર વી કે ખાંટ હતા. વી કે ખાંટ મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટના પિતા છે. વી કે ખાંટ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિને પોતાનો રાજીનામાં પત્ર આપ્યો હતો. રાજીનામાં પત્રમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદે સક્રિય રહેવાનો ઉલ્લેખ કરાયો હતો. વી કે ખાંટ દ્વારા આપવામાં આવેલ રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

Jan 12, 2020, 05:50 PM IST
Planning A Five Day Panchmahotsav In Panchamahal PT3M12S

પંચમહાલમાં જોવા મળશે કળા, સંસ્કૃતિ અને સ્થાપત્યનો ત્રિવેણી સંગમ

સહેલી સેવા ટ્રસ્ટ દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભાગરૂપે હાલોલની એમ.જી.એમ સ્કૂલ, ઘોઘબની નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓ પાવાગઢની પ્રાથમિક શાળા, પાવાગઢ હાઈસ્કૂલ, માલ સ્કૂલની વિદ્યાર્થીનિઓ દ્વારા સાયકલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ યાત્રા પાવાગઢ ફોરેસ્ટ ઓફિસથી પાવાગઢની તમામ હેરિટેજ સાઇટો ફરીને પંચમહોત્સવ ખાતે આ સાયકલ યાત્રા પૂર્ણ કરવામાં આવી.

Dec 17, 2019, 05:20 PM IST
Locals Agitated At Darol Station In Panchamahal PT2M2S

પંચમહાલના ડેરોલ સ્ટેશન પર સ્થાનિકોનું આંદોલન

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામ પાસેથી પસાર થતી રેલેવે લાઈન પર આવેલા ફાટક પરના ઓવર બ્રીજનું કામ છેલ્લા ૨ વર્ષ ઉપરાંતના સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે જેને પુનઃ શરુ કરવા તેમજ કામ ન ચાલુ થાય તો ગામની નજીક ડાયવર્ઝન આપવાની માંગ સાથે આજે સ્થાનિકો દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે.

Dec 16, 2019, 02:05 PM IST
Illegal Mining Of Mineral Products In Panchamahal PT8M13S

પંચમહાલમાં ખનીજ પેદાશોનું ગેરકાયદેસર ખનન

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ભૂખી ગામેથી રેતીનું ગેરકાયદેસર વર્ગીકરણ તેમજ રેતીનો પાવડર બનાવી તેની નિકાશ કરતા પ્લાન્ટ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

Nov 26, 2019, 11:30 AM IST
Panchamahal Rain Farmers PT6M38S

પંચમહાલના ખેડૂતોને માવઠાથી કેવી થઇ અસર

પંચમહાલના ખેડૂતોને માવઠાથી કેવી થઇ અસર

Nov 6, 2019, 09:45 PM IST
Dead Body Of Youth Was Found From Shaktipura Narmada Canal Near Kalol PT1M53S

પરિવારને ફોન કરી યુવકે કહ્યું- ‘હું કેનાલમાં પડું છું’, ભારે જહેમત બાદ મળ્યો મૃતદહે

પંચમહાલમાં આંગડિયા પેઢીનાં કર્મચારીની લાશ કેનાલમાંથી મળી આવી હતી. કાલોલ નજીક શક્તિપુરા નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી. એન.ડી.આર.એફની ટિમે ભારે જહેમત બાદ લાશ મળી આવી હતી. હાલોલની આંગડિયા પેઢીમાં નોકરી કરતા યુવાને બે દીવસ અગાઉ કેનાલમાં પડતુ મૂક્યું હતુ. કેનાલમાં પડતાં પહેલા યુવાને પરિવારને ફોન કરી ‘હું કેનાલ માં પડું છું‘ તેમ કહી કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, કાલોલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથધરી હતી.

Oct 26, 2019, 11:35 AM IST

લંકાની લાડીને ઘોઘાનો વર: દર્દીઓની તપાસ વડોદરામાં અને સારવાર પંચમહાલમાં

આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ગાંધીનગર ખાતે દરખાસ્ત મુકાઇ છે, જો કે જિલ્લામાં ડેન્ગ્યુ જેવી સામાન્ય બિમારી માટેના સાધનો નહી હોવા એક ગંભીર બેદરકારી છે

Oct 18, 2019, 06:58 PM IST

કાલોલ: પોસ્ટ એજન્ટે ગ્રાહકોની સાથે કરી છેતરપિંડી, આંકડો 10 કરોડ થાય તેવી શક્યતા

જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઉચાપતનો આંકડો 5 કરોડ પર પહોંચ્યો છે. તો બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
 

Oct 15, 2019, 05:53 PM IST

ગુજરાતના આ શહેરમાં વસતા મુસ્લિમ પરિવાર બનાવે છે ‘રાસ-ગરબાના દાંડિયા’

સમગ્ર ગુજરાતમાં આષો નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતનું યુવા ધન ગરબાના હિલોળે ઝૂમવા થનગની રહ્યું છે. ત્યારે ગરબા અને રાસ રમવામાં વપરાતા દાંડિયા ક્યાં અને કેવી રીતે બને છે એ વિષે બહુ ઝૂઝ લોકો જ જાણતા હશે. ગુજરાત અને અન્ય રાજ્યો સાથે વિશ્વના અનેક દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં પંચમહાલના ગોધરાથી મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવેલ દાંડિયાથી રાસ રમાય છે. જો કે હાલ મંદીની અસર અહીં પણ જોવા મળી રહી છે. 

Oct 3, 2019, 06:35 PM IST

પંચમહાલ: કરાડ નદીના તણાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને જીવના જોખમે બચાવ્યો

જિલ્લાના રાજગઢ વિસ્તારમાં આવેલી કરાડ નદીમાં તણાયેલા એક વિદ્યાર્થીનો પોલીસ જવાને જીવ બચાવ્યો છે. વિદ્યાર્થી સાયકલ લઇને પુલ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહમાં સાયકલ સાથે તણાયો હતો જેને પોલીસ જવાને જોતા વિદ્યાર્થીઓને બચાવ્યો હતો.

Oct 1, 2019, 09:03 PM IST

પંચમહાલ: પોસ્ટની બોગસ પાસબુક આપી એજન્ટે કરી હજારો લોકો સાથે કરી છેતરપિંડી

પંચમહાલના કાલોલ (Kalol)તાલુકા વેજલપુર ગામે ભાવેશ સુથાર નામનો વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પોસ્ટ એજન્ટ (Post Agent) તરીકે કામ કરતો હતો. ભાવેશનો આ વારસાગત ધંધો હોય પોસ્ટના હજારો ગ્રાહકો તેને વારસામાં મળ્યા હતા. આટલા વર્ષોથી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ પર લોકો આંધળો વિશ્વાસ કરી હજારો લાખો રૂપિયા આપી દેતા હતા. ભાવેશે પેઢીગત સંપાદિત કરેલા ગ્રાહકોના વિશ્વાસનો દુરુપયોગ કરી ગ્રાહકોના રૂપિયા પોસ્ટમાં જમા ન કરાવી પોતે જ ચાઉં કરી ગયો હતો.

Sep 25, 2019, 07:30 PM IST

વધારે પડતા રૂપિયા ભેગા થતા આ શહેરના પેટ્રોલ પંપના માલિકોની મુશ્કેલી વધી

પંચમહાલના જિલ્લા મથક ગોધરાના પેટ્રોલ પંપ માલિકો રૂપિયાનો ભરાવો થવાને લઇ મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો પૈસા ભેગા થવાથી મુશ્કેલીઓ દૂર થતી હોય છે, પરંતુ ગોધરાના પેટ્રોલ પંપના માલિકો રૂપિયા ભેગા થતા મુશ્કેલીમાં મુકાયા છે. ગોધરા શહેરના 15 જેટલા પ્રેટ્રોલપંપના માલિકોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. 

Sep 11, 2019, 09:48 PM IST

મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાથી 7 વર્ષના બાળક અને એક વૃદ્ધાનું મોત

મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. 

Aug 28, 2019, 07:16 PM IST

પંચમહાલ: ઘોઘંબા તાલુકાના શેરપુર ગામનો આર્મી જવાન અમૃતસરથી થયો ગુમ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયો હતો. અને કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયેલ છે. અને એ વાતને આજે 2 મહિના થઇ ગયા. પરંતુ જયેશના ગરીબ માબાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સગડ નથી મળ્યા અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

Aug 25, 2019, 06:03 PM IST

પંચમહાલમાં નકલી નોટો ઘુસાડવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર પકડાયો, આંતરરાજ્ય કૌભાંડ

આદિવાસી વિસ્તારમાં નકલી ચલણ ફરતું કરવાનું એક મોટું આંતરરાજ્ય કૌભાંડ ચાલતું હોવાની પોલીસને આશંકા છે. આ અગાઉ પણ પોલીસે રૂ.3.69 લાખની નકલી ચલણી નોટો સાથે 3 લોકોની ધરપકડ કરી હતી.
 

Jul 21, 2019, 08:54 PM IST