pooja

Vasant Panchami 2021: આ મંત્રથી દેવી સરસ્વતી થશે પ્રસન્ન, આજના દિવસે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ

આજે વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજથી વસંત ઋતુની શરૂઆત પણ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આજના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. એટલે જ આજે તેમની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

Feb 16, 2021, 09:08 AM IST

Birthday: Sunny Deolને કેમ છુપાવવી પડી હતી તેમના લગ્નની વાત?

અભિનેતા સની દેઓલના દેશ-વિદેશમાં કરોડો ચાહકો છે. તેઓ આજે પણ તેમની દમદાર અવાજ, એક્શન અને ડાયલોગ્સના કારણે જાણીતા છે. તેમા આ અંદાજના કારણે તેઓ લોકોના દિલમાં રહે છે. તેમણે ઘાયલ, સલાખે, દામિની અને ગદર જેવી સુપરહિટ ફિલ્મ આપી છે

Oct 19, 2020, 04:39 PM IST

મહાશિવરાત્રિ: અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદીર ભક્તો માટે 42 કલાક ખૂલ્લું રહેશે

આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે.  વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Feb 21, 2020, 10:18 AM IST

નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આજે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય

Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.

Feb 21, 2020, 09:56 AM IST

CM રૂપાણીએ ભદ્રકાળી માતાની પુજા કરી ગુજરાતની પ્રગતિના આશિર્વાદ માંગ્યા

નવાવર્ષનો આજથી પ્રારંભ થયો છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા.

Oct 28, 2019, 06:47 PM IST
Pooja Of Dhanteras By Swaminarayan Gadi Sansthan PT5M48S

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ખાસ પૂજાનું આયોજન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના સમયે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવશે.

Oct 25, 2019, 04:45 PM IST
Bhakti_Sangam_Nag Panchami PT4M55S

ભક્તિ સંગમ: નાગપંચમીના દિવસે જાણો નાગ દેવતાનું વિશેષ મહત્વ

શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પાંચમી તરીકે ઉજવાય છે આ દિવસે સમગ્ર રાજ્યમાં લોકો નાગદાદાનું પૂજન અર્ચન કરે છે અને નાગ પંચમીની ઉજવણી કરે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ તહેવારની ઉજવણી ભાવ અને શ્રધ્ધા પૂર્વક કરવામાં આવે છે જિલ્લાના ભિલોડા તાલુકાના ધમબોલિયા ગામે આવેલા જિલ્લાના એક માત્ર ગોગા મહારાજ મંદિરે અનેક ભક્તો ઉમટશે અને ભગવાન ગોગા મહારાજના દર્શન અને પૂજા કરી નાગ પંચમી ની ઉજવણી કરશે મંદિરના મહારાજ દ્વારા આ માટે નિજ મંદિરને સાજવાયું છે

Aug 20, 2019, 09:40 AM IST

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી. 

May 26, 2019, 09:43 PM IST
Digvijaysinh's Tantra Pooja At Time Of Election PT40S

ચૂંટણી જીતવા કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહની તંત્ર સાધના

ચૂંટણી જીતવા કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ તંત્ર સાધનાના સહારે, ભોપાલના ધૂનીમાં કમ્પ્યૂટર બાબા પાસે કરાવી તંત્ર સાધના, દિગ્વિજય સિંહના સમર્થનમાં સાધુ-સંતો કરશે પ્રચાર.

May 7, 2019, 01:20 PM IST

નાડાછડી બાંધવાના આ ફાયદા જાણશો તો ક્યારેય તેને હાથમાંથી નહિ કાઢો

કાંડા પર નાડાછડી બાંધવાની પાછળ એક વૈજ્ઞાનિક તર્ક છે, જે સ્વાસ્થય સાથે જોડાયેલું છે. તો ચાલો, આજે અમે તેમને નાડાછડી બાંધવા પાછળનું સ્વાસ્થ્યનું કારણ જણાવીશું.

Dec 24, 2018, 02:02 PM IST

નવરાત્રી 2018: જાણો માતાજીના ત્રીજા સ્વરૂપ દેવી 'ચંદ્વઘંટા' વિશે

મા દુર્ગાની ત્રીજી શક્તિ મા ચંદ્વઘંટાના નામથી પ્રસિદ્ધ છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્વમા સુશોભિત છે. સોના સમાન તેમનું ચમકતું તેજોમય સ્વરૂપ છે. તેમના દસ હાથ છે, જેમાં અસ્ત્ર-શસ્ત્ર લઇને મા સિંહ પર બિરાજમાન છે. મા રાક્ષસોના વિનાશ માટે યુદ્ધમાં પ્રસ્તા કરવા તૈયાર છે. માન્યતા છે કે તેમના ઘંટની ધ્વનિ સાંભળીને દૈત્ય, રાક્ષસ વગેરે ભાગી જાય છે.

Oct 12, 2018, 12:06 PM IST

નવરાત્રી : બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની કરો આરાધના, મળશે આ ફળ !!

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.  આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. બ્રહ્મચારિણી માતાના નામમાં જ મર્મ છુપાયેલો છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનાર.

Oct 11, 2018, 06:33 PM IST

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

માતાનો કોઇપણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ એટલે કે કોમળ મનથી સારૂ ફળની ઇચ્છા કરશે, તો મા અંબા તેની ઇચ્છા પૂર્ણ કરશે. સમગ્ર દેશમાં શરદ નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે.

Oct 9, 2018, 10:58 AM IST