બુટલેગરનો ગજબનો કિમિયો, દારૂ ઘુસાડવા આ વખતે ગજબનો નવો જ કિમિયો અજમાવ્યો!
દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે. હાલમાં જ વોશીંગ મશીનના બોક્સમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. તેવામાં ફરી એક વાર આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી પકડવામાં આવી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે. જેમાં ક્યારેક ગુનેગારો સફળ થતાં હોય છે, ક્યારેક પકડાય જતા હોય છે આવો જ એક વધુ કીમિયો નરોડા પોલીસના હાથે ઝડપાયો છે.
દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે. હાલમાં જ વોશીંગ મશીનના બોક્સમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. તેવામાં ફરી એક વાર આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી પકડવામાં આવી છે. નરોડા પોલીસને બાતમી મળી હતી કે એક કંટેનરમાં પંજાબથી એસીના બોક્સમાં સંતાડીને દારૂનો જથ્થો અમદાવાદ રિંગ રોડ પરથી લઈ જવામાં આવી રહ્યો છે.
જે બાતમીના આધારે હંસપુરા સર્કલ પર વોચ રાખવામાં આવી હતી. બાતમી વાળુ કંટેનર અને તેને પાયલોટીંગ કરનારી કાર પકડી તપાસ કરતા કંટેનરમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 21 લાખની કિંમતની 3960 બોટલ દારૂ અને 240 એસી અને કંટેનર સહિત કુલ 79.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ મામલે હરિયાણાના રાજેશ જાટ, રાજસ્થાનના વિષ્ણુ સેન, બંટી જાટ અને ગોપાલ સેનની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આ કંટેનર મુખ્ય આરોપીના કહેવાથી પહોંચાડવાનું હતું. જોકે આ ગુનામાં દારૂ મોકલનાર અને મેળવનાર તમામની તપાસ શરૂ કરી છે. આ આરોપીઓનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ અગાઉ પર આ પ્રકારે સારું કોઈ વસ્તુમાં છુપાવી ગુજરાતમાં લાવી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે