sushant investigation

સુબ્રમણ્યમ સ્વામીએ Sushant ની એમ્સ પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઇને આપ્યું મોટું નિવેદન

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત, આત્મહત્યા હતી કે હત્યા, કારણ કે હોસ્પિટલની પાસે ક્યારેય તેમની લાશ ન હતી.

Sep 2, 2020, 10:50 PM IST

સુશાંતની લીક થયેલી ઓડિયો ક્લિપે મચાવ્યો હંગામો, આમ પાથરી રહી હતી રિયા ચક્રવર્તી જાળ?

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતને 78 દિવસ વિતી ચૂક્યા છે. પહેલાં મુંબઇ પોલીસ અને હવે CBI આ કેસની તપાસમાં લાગી છે. પરંતુ આ કોયડો દિવસે ને દિવસે વધુ ગુંચવાતો જાય છે. આ કેસની આરોપી રિયા ચક્રવતી સાથે CBI ની પૂછપરછ ચાલું છે.

Aug 31, 2020, 08:54 PM IST

CBIએ 7 કલાક કરી પૂછપરછ, ગેસ્ટ હાઉથી બહાર નીકળી Rhea Chakraborty

રિયા ચક્રવર્તીની આજે CBIની ટીમે સતત 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી DRDO ગેસ્ટ હાઉસથી બહાર નીકળતા જોવા મળી હતી. ગઇકાલે જ્યાં CBIએ 10 કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી ત્યારે આજે 7 કલાક સુધી પૂછપરછ કરી છે. આ રીતે રિયા ચક્રવર્તીની કુલ 17 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે. કે, આજે CBIએ રિયાને તેના ડ્રગ્સને લઇને થયેલી ચેટ પર સવાલ કર્યા છે.

Aug 29, 2020, 10:25 PM IST

EXCLUSIVE: રિયા ચક્રવર્તીએ ચોરી કર્યો હતો સુશાંતના ડેબિત કાર્ડનો પિન

બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદથી સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે તપાસ હવે CBI કરી રહી છે. CBI રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી રહી છે. પરંતુ આ વચ્ચે ZEE NEWSની પાસે એક મોટા સામાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે રિયા ચક્રવર્તીએ સુશાંતના ડેબિટ કાર્ડનો પિન ચોરી કર્યો હતો.

Aug 29, 2020, 06:23 PM IST

શું રિયા ચક્રવર્તી માટે ન્યાય માંગતું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેક? જાણો શું છે સત્ય

ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારને નિશાન બનાવતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ એકાઉન્ટ સ્વ. અભિનેતાની પ્રેમીકા રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના માટે ન્યાય માંગવા માટે લડવાનો દાવો કરતું હતું. જો કે, અભિનેત્રીના વકીલે રિયાના આ એકાઉન્ટથી સંબંધિત હોવાની વાતને નકારી દીધી છે.

Aug 14, 2020, 07:34 PM IST

પટનાથી મુંબઇ ટ્રાંસફર થશે સુશાંત કેસ? રિયાની અરજી પર SC એ પેન્ડીંગ રાખ્યો ચૂકાદો

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની તપાસના મુદ્દે પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે. રિયા ચક્રવર્તીના સુશાંત કેસને પટનાથી મુંબઇ ટ્રાંસફર કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે.

Aug 11, 2020, 07:46 PM IST

સુશાંત કેસમાં CBI તપાસમાં આવી શકે છે વિઘ્ન, રિયાના વકીલે કહી આ વાત

મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના સીબીઆઇ તપાસ ન થવી જોઇએ. તેમણે કહ્યું કે પહેલાં બિહાર પોલીસની એફઆઇઆર મુંબઇ પોલીસની પાસે ટ્રાંસફર થાય, ત્યારબાદ જો મહારાષ્ટ્ર સરકાર સીબીઆઇ તપાસની મંજૂરી આપે ત્યારે સીબીઆઇ તપાસ થાય. 

Aug 11, 2020, 04:52 PM IST

EDની સામે આવ્યા 5 મહત્વના સવાલ! હવે આ મુદ્દે થશે રિયા ચક્રવર્તીની તપાસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સૂત્રો પ્રમાણે ઘણા એવા સવાલ છે જેનો જવાબ રિયા ચક્રવર્તી સ્પષ્ટ રીતે આપી શકી નથી. 

Aug 11, 2020, 03:24 PM IST

EDની પૂછપરછમાં રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકે આપ્યા આ જવાબ, અધિકારીનો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલે તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ના નાણાકીય લેણદેણના સંબંધમાં બીજી વખત સવાલોના ઘેરામાં લેવામાં આવ્યો. શનિવાર બપોરની આસપાસ શોવિક ઇડીના કાર્યલયમાં ઉપસ્થિત થયો હતો અને તેને 18થી વધુ સમય બાદ રવિવારના સવારે 7 વાગ્યાની આસપાસ ત્યાંથી પરત નીકળતા જોવા મળ્યો હતો.

Aug 9, 2020, 04:25 PM IST

સુશાંતના પૈસાથી રિયા કરી રહી હતી આ કામ, બિહાર પોલીસની તપાસમાં થયા મોટા ખુલાસા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે મુંબઇ ગયેલા પટનાના નાયબ પોલીસ અધિક્ષક આઈપીએસ અધિકારી વિનય તિવારી શુક્રવારે મોડી રાત્રે પટના પહોંચ્યા હતા. પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડે તેમને રિસીવ કરવા માટે જ પટના એરપોર્ટ પર હાજર હતા. પટના પરત ફર્યા બાદ આઈપીએસ અધિકારી તિવારીએ પત્રકારો સાથે વધુ વાત કરી ન હતી, પરંતુ તેમણે નિશ્ચિતપણે કહ્યું હતું કે, જો બીએમસીએ તેમને મુંબઈમાં ક્વોરન્ટાઇ કર્યા ન હોત તો ચારથી પાંચ દિવસમાં તપાસમાં વધુ પ્રગતિ થતી અને કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવતી. કેટલાક વધુ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હોત.

Aug 8, 2020, 04:24 PM IST

સુશાંતના પિતાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ, રિયા પર લગાવ્યો આ ગંભીર આરોપ

અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની અરજી પર આજે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતા કે કે સિંહ (KK Singh)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં જવાબ દાખલ કર્યો છે. તેમના જવાબમાં સુશાંતના પિતાએ આરોપ લગાવ્યા કે રિયા સાક્ષીઓ પ્રભાવિત કરી રહી છે.

Aug 8, 2020, 02:18 PM IST

Sushant Suicide Case: બિહાર પોલીસે CBIને સોંપ્યો તપાસ રિપોર્ટ, આપી સનસનીખેજ જાણકારી

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ (Sushant Singh Rajput) કેસમાં સીબીઆઇ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકોની સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધ્યા બાદ દરરોજ હેરાન પરેશાન કરતી જાણકારીઓ સામે આવી રહી છે. આ મામલે તપાસને લઇને બિહાર અને મુંબઇ પોલીસ આમને-સામને આવી ગઇ હતી. ત્યારે હવે આ જાણકારી સામે આવી છે કે, બિહાર પોલીસે CBIને તપાસ રિપોર્ટ સોંપ્યો છે.

Aug 8, 2020, 01:25 PM IST

Sushant Suicide Case: રિયાના ભાઇ શોવિક અને પિતાની આ દિવસ થઇ શકે છે પૂછપરછ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની સૌથી મહત્વની કડી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. મુંબઇમાં ભેલ તપાસની ગતિ ધીમી હોય, પરંતુ સીબીઆઇ તપાસના આદેશ મળતા જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકોની સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધી છે. જ્યાં પાછલા કેટલાક દિવસોમાં રિયા ચક્રવર્તી ઘણી વાર પૂછપરછ કરવામાં આવી છે ત્યારે હવે જાણકારી સામે આવી છે કે, તેના ભાઇ અને પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે.

Aug 8, 2020, 12:15 PM IST