સુશાંત કેસમાં CBI તપાસમાં આવી શકે છે વિઘ્ન, રિયાના વકીલે કહી આ વાત

મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના સીબીઆઇ તપાસ ન થવી જોઇએ. તેમણે કહ્યું કે પહેલાં બિહાર પોલીસની એફઆઇઆર મુંબઇ પોલીસની પાસે ટ્રાંસફર થાય, ત્યારબાદ જો મહારાષ્ટ્ર સરકાર સીબીઆઇ તપાસની મંજૂરી આપે ત્યારે સીબીઆઇ તપાસ થાય. 

સુશાંત કેસમાં CBI તપાસમાં આવી શકે છે વિઘ્ન, રિયાના વકીલે કહી આ વાત

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસમાં એક મોટી અડચણ સામે આવતી જોવા મળી રહી છે. કારણ કે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના વકીલ શ્યામ દીવાને કહ્યું કે તે સીબીઆઇ તપાસ રાજ્યની મંજૂરી વિના શરૂ થઇ શકે નહી અને આ કેસમાં તપાસ કરનાર પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે એટલા માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના સીબીઆઇ તપાસ ન થવી જોઇએ. તેમણે કહ્યું કે પહેલાં બિહાર પોલીસની એફઆઇઆર મુંબઇ પોલીસની પાસે ટ્રાંસફર થાય, ત્યારબાદ જો મહારાષ્ટ્ર સરકાર સીબીઆઇ તપાસની મંજૂરી આપે ત્યારે સીબીઆઇ તપાસ થાય. 

વકીલે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો સંતોષજનક જવાબ દાખલ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇ પોલીસ યોગ્ય રીતે તપાસ કરી રહી છે. મુંબઇ પોલીસ 56 લોકોને પૂછપરછ કરી ચૂકી છે, એટલા માટે તપાસ મુંબઇ પોલીસ પાસે જ રહેવી જોઇએ. રિયાના વકીલે એ પણ કહ્યું કે પટનામાં દાખલ FIR નું ઘટના સાથે કોઇ સંબંધ નથી, 38 દિવસ બાદ પટના FIR દાખલ થઇ, બિહાર સરકારે કેસમાં વધુ દરમિયાનગિરી કરી રહી છે. 

રિયાના વકીલે કહ્યું કે 25 જુલાઇના રોજ દાખલ FIR નો પટનામાં થયેલા કોઇ અપરાધ સાથે સંબંધ નથી. વકીલ શ્યામ દીવાને પટનામાં દાખલ FIR પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે બિહારનો ક્ષેત્રાધિકાર નથી. 38 દિવસ બાદ FIR દાખલ કરવી ઔચિત્ય નથી. FIR દાખલ થવા પાછળ રાજકિય કારણ છે. બિહાર પોલીસીક એવા કેસ માટે FIR દાખલ કરી, જેનું પટના સાથે કોઇ કનેક્શન નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news