truck accident

ગમખ્વાર અકસ્માત: ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પર ફરી વળ્યો ટ્રક, 4 લોકોના સ્થળ પર મોત

રાજસ્થાનના ભગતસિંહ મેગા હાઇવે પર ટ્રક અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડીસાના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે બાડમેર પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

Oct 18, 2021, 08:07 PM IST

Kheda Accident: ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, ત્રણ મહિલાના મોત અને 7 ને ઈજા

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત (Death) થયા છે.

Jun 22, 2021, 04:20 PM IST

Jamnagar: ટ્રક અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત અને ચારને ગંભીર ઈજા

જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે

Jun 5, 2021, 06:43 PM IST

MP: ઉલટી આવી તો ચાલુ બસમાંથી બાળકીએ માથુ કાઢ્યુ બહાર, સામેથી આવતા ટ્રક સાથે ટકરાતા થઈ ગયું અલગ

truck accident: જ્યારે મુસાફરી કરતા હોવ ત્યારે બસની બારીમાંથી માથુ બહાર કાઢવુ ક્યારેક ભારે પડી શકે છે. આવી એક ઘટના મધ્યપ્રદેશના ખંડવાથી સામે આવી છે. 

Mar 30, 2021, 07:02 PM IST

અમદાવાદ-ભાવનગર હાઈવે બન્યો લોહિયાળ, તેલંગાણા પાસિંગની કાર અકસ્માતમાં 2 ના મોત

  • ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તેલંગાણાની કાર સાથે તેની ટક્કર થઈ
  • પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી

Jan 24, 2021, 11:23 AM IST

આણંદ : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઓન ધી સ્પોટ મોત

આણંદના ઓડ ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા નીકળેલા ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રકની નીચે આવી ગયા હતા. ત્યાં ઘટનાસ્થળે જ તેમનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. 

Dec 30, 2020, 10:06 AM IST

કાળમુખો બુધવાર: રાજ્યમાં એક જ દિવસમાં 9 અકસ્માતમાં 21ના મોત, 46 લોકો ઇજાગ્રસ્ત

આજના દિવસે કુલ અકસ્માતની 9 ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 21 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 46 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો.

Nov 18, 2020, 08:51 PM IST
Surat: LPG Truck And School Bus Between Accident Near Oldpad PT3M5S

ઓલપાડ સુરત સ્ટેટ હાઈવે પર LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત

ઓલપાડ (Olpad) તાલુકામાં અત્યાર સુધીનો સોથી મોટો અકસ્માત (Accident) ઘટ્યો. સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર આવેલા માસમાં ગામ નજીક સિલિન્ડર ભરેલી ટ્રક પલટી મારી જતા અચાનક ટ્રકમાં આગ (fire) ફાટી નીકળતા ટ્રકમાં સીલીન્ડર બ્લાસ્ટ થવાના શરૂ થયા હતા. દૂરદૂર સુધી સિલિન્ડર ફેંકાતા સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ તરત ઘટના સ્થળે પહોંચી હતી. સીલીન્ડર બ્લાસ્ટથી ટ્રકમાં આગ લાગતા આગની ઝપેટમાં રીક્ષા,બે ટ્રક,આઈસર અને વિદ્યાર્થી ભરેલી બસ આવી ગયા હતાં. જોકે બસ ડ્રાયવરની સમય સુચકતા ના કારણે 20 થી વધુ બાળકોને બચાવાયા હતા .

Jan 9, 2020, 10:45 AM IST

ગોઝારો શુક્રવાર : ત્રણ અકસ્માતમાં 4ના મોત, બે બાઈક સવાર અને ડ્રાઈવર પહેલા ટ્રક નીચે દબાયા, બાદમાં જીવતા ભૂંજાયા

આજે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાત (Gujarat)માં અલગ અલગ ત્રણ સ્થળોએ અકસ્માત (Accidents)ના બનાવ બન્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. વાંકાનેરમાં બે એસટી બસ સામસામે અથડાતા બંને ડ્રાઈવર્સ સહિત 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો પાટણમાં આઈસર અને મીની આઈસર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. તો વડોદરા-હાલોલ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સવાર અને ટ્રક ડ્રાઈવર જીવતા ભૂંજાયા છે. 

Oct 11, 2019, 12:10 PM IST
Kutch: Accident between Truck, Rickshaw and Bike PT2M28S

કચ્છઃ ટ્રક, છકડા અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જુઓ શું થયું

કચ્છઃ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. 7થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. માનકુવા અને સામત્રા રોડ વચ્ચે સર્જાયો અકસ્માત.

Jul 15, 2019, 04:00 PM IST
Truck Accident, 7 Injured PT29S

ડીજે ટેમ્પો પલટી જતાં 7 ઘાયલ

Truck Accident, 7 Injured

Mar 26, 2019, 11:15 PM IST

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત: ટ્રકની પાછળ બાઇક અને કાર ઘૂસી, ત્રણના મોત

નારોલ લાંભા રોડ પર મોડી રાત્રે ટ્રક, બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળના ભાગમાં એક એક્ટિવા ઘૂસી ગઇ હતી ત્યારબાદ પાઠળથી આવી રહેલી સ્વીફટ કાર પણ ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.

Mar 1, 2019, 08:37 AM IST

સાપુતારામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 10ને ઈજા

બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે મુસાફરોનું મોત થયું. જ્યારે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં..અકસ્માતનો ભોગ બનેલી બસ વાંસદાની હોવાનું મનાય છે.

Dec 14, 2018, 05:30 PM IST

ડભોઇમાં બે ટ્રકો સામસામે અથડાતા એકનું મોત, ભારે જહેમત બાદ ત્રણને બહાર કાઢ્યા

 ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકતા 1નું ઘટના સ્થળે મોત નુપજ્યું હતું. જ્યારે અન્ય ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા વડોદરા ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા.

Sep 22, 2018, 10:09 AM IST

MPમાં સીમેન્ટ ભરેલી ટ્રક બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકો પર પલ્ટી જતા 8નાં મોત

મધ્યપ્રદેશનાં જબલપુરમાં રવિવારે બપોરે સીમેન્ટની બોરિયો ભરેલી ટ્રક પલટી જતા રસ્તા કિનારે ઉભેલા 8 લોકોનાં મોત, 3 ગંભીર

Apr 29, 2018, 09:47 PM IST

નસીબ ખરાબ..કે ચોઘડીયું ખરાબ...! પુત્રને પરણાવવા નિકળેલો પરિવાર બન્યો કાળનો કોળિયો

પુત્રવધૂને ઘરે લાવવાનો હૈયામાં હરખ અને પુત્રને પરણાવવા નીકળેલા માતા-પિતા સહિત કોને ખબર હતી કે રસ્તામાં જ તેમના સપના ચકનાચૂર થઈ જશે? પુત્રને પરણાવી પુત્રવધૂને લઈ તો આવ્યા પણ ઘરે પહોંચી સ્વાગત કરે તે પહેલા જ માથેથી વડીલોનો હાથ છૂટી ગયો. મંગળવાર જાનૈયાઓ માટે અમંગળ સાબિત થયો.. કોના નસીબ ખરાબ..કે કયું ચોઘડિયું ખરાબ..! એ તો ઇશ્વર જ જાણે...!!! 

Mar 6, 2018, 12:51 PM IST

ભાવનગર અકસ્માત : મૃતકોના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયની CMની જાહેરાત

મંગળવારની સવાર કોળી સમાજના પરિવાર માટે અમંગળ સાબિત થઇ હતી. સિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલા અનિડા ગામથી લગ્નના મંગળ પ્રસંગે જાનૈયાને લઇને નીકળેલી ટ્રકને ભાવનગરના રંઘોળા નજીક અચાનક ખાબકી હતી. ટ્રક 25 ફૂટ ઉંચા બ્રિજ પરથી ખાબકીને નીચે પટકાતાં જાનૈયાઓ ફંગોળાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 26 લોકોના મોત નિપજ્યા હોવાની તંત્રએ પુષ્ટિ કરી છે. 

Mar 6, 2018, 11:51 AM IST

ભાવનગર અકસ્માત : વરરાજાને કારમો ઘા, ટ્રકમાં આવી રહેલા માતા-પિતાનું મોત

ભાવનગર અકસ્માત : વરરાજાને કારમો ઘા, ટ્રકમાં આવી રહેલા માતા-પિતાનું મોત

Mar 6, 2018, 10:51 AM IST

જાનૈયાઓ માટે મંગળવાર બન્યો અમંગળ : ભાવનગર પાસે ટ્રક નાળામાં ખાબકતાં 30ના મોત

ભાવનગરમાં રંધોળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓ માટે મંગળવાર જાણે અમંગળ બન્યો છે. 26ના મોત થયાનું સામે આવ્યું છે. 

Mar 6, 2018, 09:54 AM IST