જરોદ અકસ્માત: મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત

આજે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. અને રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે. 

જરોદ અકસ્માત: મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત

બ્રિજેશ દોશી, ગાંધીનગર: આજે વહેલી સવારે વડોદરા નજીક જરોદ ચોકડી પાસે કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા. જ્યારે 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

આજે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. અને રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે. 

— Bhupendra Patel (@Bhupendrapbjp) December 14, 2022

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો અહી હાલમાં સુરતમાં રહેતો પરિવાર પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને વડોદરા નજીક જરોદ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જરોદ ચોકડી પાસે SUV કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. અકસ્માતમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસયુવી કારમાં કુલ 11 લોકો સવાર હતા. જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. 

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news