અનૈતિક સંબંધનો કરૂણ અંજામ: પ્રેમીએ માત્ર આ એક નાનકડી વાતમાં પ્રેમિકાની કરી કરપણી હત્યા

વલસાડ તાલુકાના વેલવાચ ગામ ખાતે આવેલ પટેલ ફળિયા ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠાની પાણીની ટાંકીના બાજુમાં આવેલ જંગલમાંથી તારીખ 17-01-2024ના રોજ એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી.

અનૈતિક સંબંધનો કરૂણ અંજામ: પ્રેમીએ માત્ર આ એક નાનકડી વાતમાં પ્રેમિકાની કરી કરપણી હત્યા

ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લાના વેલવાચ ગામે હત્યા કરાયેલી હાલતમાં મળેલી મહિલાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પ્રેમિકાએ પ્રેમી પાસે પૈસાની માંગણી કરતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ પ્રેમી અને પ્રેમિકા અને કઈ રીતે કરી પ્રેમિકાની હત્યા.

વલસાડ તાલુકાના વેલવાચ ગામ ખાતે આવેલ પટેલ ફળિયા ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠાની પાણીની ટાંકીના બાજુમાં આવેલ જંગલમાંથી તારીખ 17-01-2024ના રોજ એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી મૃતક મહિલા અંગે તપાસ કરતા મૃતક મહિલા પારડી તાલુકાના લખમાપુર ગામના પટેલ ફળિયા ખાતે રહેતી હસુમતિબેન પટેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા મહિલાના લાશનો કબજો કરી પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાના માથાના ભાગે ઇજાઓ મળી આવી હતી. સાથે મહિલાનું ગળું અથવા મો ડાબી હત્યા કર્યા બાદ લાશને જવલશીલ પ્રદાર્થ વડે સળગાવી દેવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા રૂરલ પોલીસ દ્વારા મહિલાની માતાની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વલસાડ રૂરલ પોલીસ દ્વારા હસુમતિબેનની હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા હસુમતિ અને કોસમકુવા ગામ ખાતે સ્નેહલ ઉર્ફે લાલુ સાથે પ્રેમ સંબંધ હતો. થોડા દિવસ પહેલા સ્નેહીલ અને હસુમતી વચ્ચે ઝગડો થયો હતો. હસુમતી દ્વારા પ્રેમી પાસેથી ઘર બાંધવા માટે પૈસા માગવામાં આવ્યા હતા અને તેને લઈ ઝઘડો થયો હતો. અગાઉ પર સ્નેહલ ઉર્ફે લાલુ સાથે પ્રેમિકાએ પૈસા માંગ્યા હતા અને વારંવાર ઝઘડો થયો હતો. જેને લઈ વલસાડ રૂરલ પોલીસ દ્વારા પ્રેમી સ્નેહલને બોલાવી પૂછપરછ કરતા આરોપીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરાઈ હતી. આરોપી પ્રેમી સ્નેહલ દ્વારા હસમતી પૈસા આપવાના બહાને વેલવાચ ગામ ખાતે બોલાવવામાં આવી હતી અને પૈસા આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પ્રેમિકાને બોલાવી માથાના ભાગે ઇજા પહોંચાડી ગળું દબાવી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. રૂરલ પોલીસે આરોપી સ્નેહલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

આરોપી પ્રેમી પાસેથી પ્રેમિકા વારંવાર પૈસા માંગતી હતી અને જેને લઈ બંને વચ્ચે વારંવાર ઝગડા થતા હતા. જેનાથી પ્રેમી કંટાળી જઈ અને પૈસા ન આપવા પડે એ માટે પ્રેમિકાને બોલાવી હત્યા કરવાનું નક્કી કરી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. હાલ તો રૂરલ પોલીસ દ્વારા પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news