વલસાડમાં માતા-પુત્રીની મોતની છલાંગ મુદ્દે ચોંકાવનારો ખુલાસો, એવું તે શું બન્યું કે પરિવાર થયો ખેદાન મેદાન!

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકથી પસાર થતી હુમરણ વારોલી ખાડીમાં બે દિવસ અગાઉ એક માતા અને પુત્રી એ મોતની છલાંગ લગાવી હોવાની વાત સામે આવી હતી. માતા પુત્રીને નદીમાં કુદતા જોઈ પતિએ પણ બંનેને બચાવવાના નદીમાં છલાંગ લીધા લગાવી દીધી હોવાની વાત સામે આવી હતી.

વલસાડમાં માતા-પુત્રીની મોતની છલાંગ મુદ્દે ચોંકાવનારો ખુલાસો, એવું તે શું બન્યું કે પરિવાર થયો ખેદાન મેદાન!

નિલેશ જોશી/ઉમરગામ: વલસાડના સંજાણની વારોલી ખાડીમાં માતા અને પુત્રીએ લગાવેલી મોતની છલાંગના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. ઉમરગામ પોલીસની તપાસમાં માતા પુત્રીએ આપઘાત નહોતો કર્યો પરંતુ તેના પતિએ જ પત્ની અને પુત્રીથી પીછો છોડાવવા બંનેને નદીમાં ધક્કો મારી અને ફેંકી દીધા હતા. પાંડે પરિવારમાં એવું તો શું બન્યું હતું કે એક પતિ અને પિતા એવા વિજય પાંડે એ પોતાના જ પરિવારને ખેદાન મેદાન કર્યું છે. 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકથી પસાર થતી હુમરણ વારોલી ખાડીમાં બે દિવસ અગાઉ એક માતા અને પુત્રી એ મોતની છલાંગ લગાવી હોવાની વાત સામે આવી હતી. માતા પુત્રીને નદીમાં કુદતા જોઈ પતિએ પણ બંનેને બચાવવાના નદીમાં છલાંગ લીધા લગાવી દીધી હોવાની વાત સામે આવી હતી. આ ઘટનામાં ડૂબી જવાથી માતા પુત્રીનો મોત નિપજ્યું હતું. જ્યારે પતિ પિલર પર અટકી ગયો હોવાથી સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો. 

બનાવ બાદ ઉમરગામ પોલીસે આ મામલે તપાસ કરી હતી. શરૂઆતના માં પોલીસે માતા પુત્રીનો અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસને પતિની વર્તુળક શંકાસ્પદ લાગતા ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોકાવનારી હકીકત બહાર આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે માતા અને પુત્રીએ વારોલી ખાડીમાં કૂદી અને આપઘાત નહોતો કર્યો. પરંતુ પતિ એ જ પત્ની અને પુત્રીને નદીના પુલ પરથી ધક્કો મારી અને ફેંકી દીધા હોવાનું ખુલાસો થયો હતો. આથી પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉમરગામ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી વિજય પાંડે મૂળ બિહારનો રહેવાસી છે અને ઉમરગામના ગાંધી વાડી વિસ્તારમાં રહેતો હતો. જો કે પત્ની ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. લાંબા સમયથી પત્નીને ફીટની બીમારી હોવાથી અવારનવાર સમસ્યા સર્જાતિ હતી. 11 વર્ષ ની પુત્રી પણ માનસિક રીતે અસ્વસ્થ હતી. આથી માતા અને પુત્રી થી પીછો છોડાવવા પતિએ ખતરનાક કાવતરું રચ્યું અને ફરવાના બહાને બંને ને બાઇક પર લઈ જઈ સંજાણની વારોલી ખાડીના પુલ પર પહોંચ્યો હતો. 

ત્યારબાદ અચાનક જ પતિએ બંનેને ધક્કો મારી અને પુલ પરથી ખાડીમાં ફેંકી દીધા હતા અને પોતે પર શક ના જાય તે માટે પોતે પણ માતા પુત્રીને બચાવવા નદીમાં કૂદી તે નદીના પુલના પિલર પર અટકી ગયો હતો. બનાવ બાદ સ્થાનિક લોકોએ પતિને બચાવી લીધો હતો. જોકે કલાકોની જહેમત બાદ માતા પુત્રીના મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યા હતા. શરૂઆતથી જ પતિની વર્તુળક શંકાસ્પદ હોવાથી પોલીસે પતિની આગવી ઢબે પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને માતા પુત્રીના કથિત આપઘાતના મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. 

આ ઘટનામાં પતિ જ પોતાની પત્ની અને પુત્રીનાથી પીછો છોડાવવા ખતરનાક કાવતરું રચ્યુ હોવાનું બહાર આવતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે જે પત્નીએ ચોરીમાં ફેરા ફરી અને જિંદગીના અંત સુધી જે પતિને સુખ દુઃખમાં સાથે રહેવાના કોલ આપ્યા હતા, તેમ છતાં પત્નીની બીમારીથી કંટાળી તેનાથી પીછો છોડાવવા પતિએ રચેલા આ કાવતરા બાદ હવે લોકો પતિ પર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે પોલીસે અત્યારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news