Very serious News

ગુજરાત બની રહ્યું છે વુહાન? દર ચોથી મિનિટે એક વ્યક્તિ બને છે કોરોનાનો શિકાર
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 441 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 186 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 349 કેસ નોંધાયા હતા. આ વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટમાં 1, ભાવનગર-ગાંધીનગર અને પાટણમાં 2-2 કેસ, પંચમહાલમાં 4, બનાસકાંઠામાં 10, મહેસાણામાં 10, બોટાદમાં 8, ખેડામાં 4, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 4, જૂનાગઢમાં 2 કેસ નોંધાતા કુલ 441 કેસ થયા છે. આ પ્રકારે 441 નવા દર્દીઓ સાથે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જે પૈકી 29 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 4467 સ્ટેબલ છે. 1381 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 368 લોકોનાં મોત નિપજ્યાં છે.
May 5,2020, 19:57 PM IST

Trending news