શક્તિકાંત દાસ News

બેંકના EMI ભરવામાંથી વધારે 3 મહિના માટે મળી શકે છે મુક્તિ, સરકારના સંકેત
દેશમાં લોકડાઉનનો (Lockdown) સમય 17 મે સુધી વધારી દેવાયા બાદ રિઝર્વ બેંક હવે બેંકોની લોનને પરત લાવવા પર લગાવાયેલા પ્રતિબંધોની અવધિને ત્રણ મહિના વધારવા અંગે વિચાર કરી રહ્યા છે. કેન્દ્રીય બેંકે કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે લગાવાયેલા લોકડાઉનના કારણે પ્રભાવિત લોકોની મદદ માટે ત્રણ મહિના સુધી બેંકની લોનના ઇએમઆઇ ચુકવવા માટેની છુટ આપવામાં આવી છે. આ છૂટ 31 મે સુધી લંબાવવામાં આવી શકે છે. સુત્રોનું કહેવું છે કે, હવે જ્યારે સરકારે લોકડાઉનની અવધિને 17 મે સુધી વધારી દીધી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, લોન ઇએમઆઇના સમયમાં આગળ વધારવામાં આવવું જોઇએ. ભારતીય બૈંક સંઘ સહિત અનેક ક્ષેત્રોમાંથી આ અવધી વધારવા અંગે ભલામણો કરવામાં આવી છે.
May 4,2020, 23:04 PM IST

Trending news